ઉમર અબ્દુલ્લા-ફારુખ અબ્દુલ્લાએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

478

જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અને ફારૂખ અબ્દુલ્લાએ ગુરૂવાર ૧ ઑગષ્ટનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ દરમિયાન કાશ્મીરની અત્યારની સ્થિતિ વિશે વાતચીત થઇ. પીએમ મોદી સાથે મુલાકાત બાદ નેશનલ કૉન્ફરન્સનાં નેતા ઉમર અબ્દુલ્લાએ જણાવ્યું કે, “અમે પીએમ મોદીને કહ્યું કે કોઈ એવા પગલા ના ઉઠાવવામાં આવે જેનાથી ત્યાંની સ્થિતિ બગડે.” તેમણે કહ્યું કે, “અમે ઇચ્છીએ છીએ કે સરકાર કોઈ એવો નિર્ણય લે, જેનાથી ઘાટીમાં આવી સ્થિતિ ફરીવાર આવે નહીં.” તેમણે કહ્યું કે, અમે પીએમ મોદીને જમ્મુ-કાશ્મીરની સ્થિતિ વિશે વાત કરવા માટે સમય માંગ્યો હતો. ઘાટીમાં છેલ્લા કેટલાક દિવસથી તણાવ હતો, અમે આ વિશે તેમને વાકેફ કરવા માંગતા હતા.” ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, અમે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી કરાવવા માટેની માંગણી કરી છે.” ઉમર અબ્દુલ્લાની સાથે પાર્ટીનાં વરિષ્ઠ નેતા ફારૂક અબ્દુલ્લા પણ હાજર હતા.નેશનલ કૉન્ફરન્સનાં નેતા ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, અમે આર્ટિકલ ૩૫-એ અને ૩૭૦નો પણ મુદ્દો ઉઠાવ્યો. અમે આમાં કોઈ છેડછાડ ના કરવાની માંગ કરી છે. ઑફિસરો અફવા ફેલાવી રહ્યા છે અને લોકોને રાશન, દવાઇઓ અને ગાડીઓ માટે ઇંધણ ભેગું કરવા માટે કહેવામાં આવી રહ્યું છે, કેમકે અનિશ્ચિતતાનો એક લાંબો સમય આવવાની વાત કહેવામાં આવી રહી છે.

Previous articleભારતમાં ગેરકાયદે પ્રવેશી રહેલા માલદીવના પૂર્વ ઉપપ્રમુખની ધરપકડ
Next articleભારત અર્થવ્યવસ્થાની બાબતે પાંચમા સ્થાનેથી ખસી સાતમા સ્થાને પહોંચ્યુ