પાલિતાણામાં અરૂણાચલ પ્રદેશની શાંતિ માટે મહામૃત્યુંજય મંત્ર જાપ

548

પાલિતાણામાંઅરુણાચલ પ્રદેશની શાંતિ અને સમૃદ્ધિ માટે અખંડ મંત્ર જાપ ભારતના પશ્ચિમી રાજ્ય ગુજરાતના પાલિતાણા નગરમાં, પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશની શાંતિ અને સમૃદ્ધિ માટે દરેક શ્રાવણીયા સોમવારે સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી મહામૃત્યુંજય મંત્રનો અખંડ જાપ ૨૨ વર્ષથી નિરંતરપણે વિવેકાનંદ કેન્દ્ર ના કાર્યકર્તા અને શુભચિંતકો દ્વારા કરવામાં આવે છે. ગિરિવર શેત્રુંજયની પાવન તળેટીમાં આવેલ પ્રાચીન શિવ મંદિર શ્રીનાગનાથ ખાતે યોજાનાર આ મંત્રજાપ આધ્યાત્મિકતાનો રાષ્ટ્રીયતા રુપે પ્રગટીકરણનો પ્રયોગ છે. રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ મત્વપૂર્ણ અરુણાચલ પર સામ્રાજ્યવાદી ચીનની  કુદ્રષ્ટીથી દેશવાસીઓ હવે પરિચિત થયાં છે. વિવેકાનંદ કેન્દ્ર, કન્યાકુમારી ચાર દાયકા કરતાં વધુ સમયથી કેળવણી, સ્વાસ્થ્ય, સામાજીક અને સંસ્કૃતિક ક્ષેત્રે “અરુણજ્યોતિ” કાર્યક્રમ અંતર્ગત સેવા કર્યો તથા “અરુણાચલ બંધુ પરિવાર” યોજના દ્વારા દેશવાસીઓમાં અરુણાચલ પ્રદેશ માટે જાગૃતિ લાવી તેમના ભાવનાત્મક જોડાણને સુદૃઢ બનાવવાનું કાર્ય કરે છે. તેમાંથી પ્રેરણા મેળવી મંત્રજાપ શરૂ થયેલ છે.

Previous articleનાના ભડલા ગામે વૃક્ષારોપણ
Next articleલાઠી તાલુકા માં પાક વીમા મુદ્દે શાખપુર ગામ  ખેડૂત હિત રક્ષક સમિતિ લાલઘૂમ