જમ્મુ કાશ્મીર : ૩૦ વર્ષ બાદ સરકાર ભય ફેલાવે છે : ગુલામ નબી આઝાદ

532

કોંગ્રેસે જમ્મુ કાશ્મીર ખાસ કરીને ખીણમાં હાલની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા અમરનાથ યાત્રાને અટકાવવા અને યાત્રીઓને પરત મોકલવા અંગેની એડવાઈઝરીના નિર્ણયની ટિકા કરી છે. પાર્ટીએ પણ જાહેરાત કરી છે કે, તેઓ આ મુદ્દાને સંસદના બંને ગૃહોમાં ઉઠાવશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસેથી જવાબની માંગ કરશે. કોંગ્રેસે ભારત સરકાર પર ૩૦ વર્ષ બાદ કાશ્મીરમાં ડરનો માહોલ ફેલાવવાનો પણ આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે, વર્ષ ૧૯૯૦ના દશકની યાદ તાજી થઇ ગઇ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ પર મોદી સરકારને ચેતવણી આપતા કહ્યું હતું કે, ખીણમાં કોઇપણ પ્રકારની મિડએડવેન્ચશના પ્રયાસ ન કરે. પ્રેસ કોન્ફરન્સમાં ગુલામ નબી આઝાદે, પૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમ, જમ્મુ કાશ્મીર કોંગ્રેસના પ્રભારી અંબિકા સોની, પૂર્વ કેન્દ્રીયમંત્રી આનંદ શર્મા અને ડોક્ટર કર્ણસિંહ ઉપસ્થિત રહ્યા હતા.

કોંગ્રેસ નેતા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે, આજ સુધી કોઇપણ સરકારે આ પ્રકારની એડવાઈઝરી જાહેર કરી નથી.

વર્ષ ૨૦૦૦માં આતંકવાદી હુમલામાં ૮૯ શ્રદ્ધાળુઓ અને સામાન્ય લોકોના મોત થયા હતા તો પણ અમરનાથ યાત્રાને રોકવામાં આવી આવી ન હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, વધારાના જવાનોની તૈનાતી અને એડવાઇઝરીના માધ્યમથી ભારત સરકાર ભયનો માહોલ બનાવી રહી છે. તેમણે કહ્યું હતું કે, ભારત સરકાર એડવાઈઝરી દેકર ભય ફેલાવી રહી છે અને કાશ્મીરના લોકો સામે નફરત ફેલાવી રહી છે કે, તેમના રહેતા શ્રદ્ધાળુઓને ભાગવું પડે છે. સ્નાઇપર રાયફલનું બહાનું કરવામાં આવી રહ્યું છે.

Previous articleજમ્મુ કાશ્મીર : ત્રાસવાદી ખીણમાં આત્મઘાતી હુમલાઓની ફિરાકમાં
Next articleઆરબીઆઈની મોટી કાર્યવાહી : નવ બેન્કોને રૂા. ૧૩ કરોડનો દંડ ફટકાર્યો