જુના રાજપરા ગામેથી દિપડીના બે બચ્ચા પણ પાંજરે પુરાયા

1237

તળાજા તાલુકા ના જુના રાજપરા અને રેલીયા ગામે પીથલપુર ઝાઝમેર   પરતાપરા વેજોદરી  ગઢુલા  ગોપનાથ સહીત વિસ્તારમાં દરોજ દિપડાએ હુમલો કર્યો હતો અને મોત થયા હતા અનેક પશુ ને પણ આ માનવ ભક્ષી દિપડા અને રાની પશુ ઓ એ મોત  નીપજાવયા હતા ત્યારે સ્થાનિક લોકો ને માંગ ને લઈ ને ફોરેસ્ટ ઓફિસર આર એફ એમ. કે. વાઘેલા અને સાથે ઝાંબાજ. મહીલા ફોરેસ્ટ ઓફિસર નો કાફલો અંતરિયાળ વિસ્તારમાં જ રાત દિવસ  ધામા નાખ્યા હતા અને જમવાનું પણ ટીફીન દ્વારા જ  ત્યા જ નઝર રાખવામાં આવતી હતી  અને પાંચ થી વધુ પાજરા મુકવામાં આવ્યા હતા અને લોકેશન આધારે દરોજ મોનેટેરીગ કરવામાં આવતુ અને વરસતા વરસાદમાં પણ સતત ફોરેસ્ટ વિભાગ ની ટીમ ખડેપગે રહ્યા હતા  અને ખુદ ફોરેસ્ટ ની ટીમ ઉપર હુમલો ના કરે તે માટે સાધનો થી સજ્જ થઈ ને અંતરિયાળ વિસ્તારમાં રહેતા હતા ત્યારે ત્રણ દિપડા એક દીપડી પેલા ઝડપાઇ ગયા હતા આજે સવારે વધુ બે દીપડા ના બચ્ચા ને પાજરે પુરવા મા સફળતા મળી છે અને આ પંથકના લોકો ને હાશકારો અનુભવ્યો હતો અને ફોરેસ્ટર  ની ટીમ ને અભીનદન પાઠવ્યા હતા  જોકે આ પંથકમાં હજુ દિપડા દીપડી છે કે કેમ એ સમય જ બતાવશે    ફોરેસ્ટ ઓફિસર આર એફ ઓ મુકેશભાઈ વાધેલા અને ટીમ  જેસર ના રાણી ગામે આવેલા ફાર્મ લઈ જવામાં આવ્યા છે.

Previous articleટ્રાવેલ્સ બસમાંથી ચોરી કરનાર શખ્સને અમરેલીથી ઝડપી લેતી પેરોલ ફર્લો સ્કવોર્ડ
Next articleસિહોરની વિદ્યામંજરી સ્કુલના વિદ્યાર્થીઓ ગૌત્તમેશ્વર પ્રવાસે