સિહોર ક્રિકેટ મેદાનમાં ફેંકાયેલા થર્મકોલ વેસ્ટ કોઈએ સળગાવ્યો

683

સિહોર ના શિહોરી એજ્યુકેશન ટ્રસ્ટ ની માલિકીનું ક્રિકેટ છોકરીના ગ્રાઉન્ડમાં કોઈ તત્વો દ્વારા થરમોકોલ વેસ્ટ નાખી ગયું તેના સમાચાર પ્રસિદ્ધ હતા આજરોજ પુરાવાનો નાશ કરવા માટે કોઈ તત્વો દ્વારા આ વેસ્ટ સળગાવી દેવામાં આવેલ ત્યારે હાજર લોકો દ્વારા જણાવેલ કે આવેસ્ટ  સળગાવવાથી આંખોમાં બળતરા તથા સ્વાસ્થ્યને નુકસાન કરતા હોય તો સળગાવનાર તથા આવેસ્ટ નાખનાર પર આકરા પગલા લેવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે ત્યારે આ સંસ્થાના માનદમંત્રી ભરતભાઈ મલૂકા  સાથે વાત કરતા જણાવેલ કે નગરપાલિકા પ્રમુખ ચીફ ઓફિસર તથા સફાઇ અધિકારી સાથે વાત કરી આ બાબતનું ધ્યાન દોરેલ પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં આવેલ ન હોય તેના પરિણામે આજરોજ આ વેસ્ટ કોઈએ સળગાવેલ છે ખરેખર દુઃખદ બાબત છે આવે સળગાવાથી કાળા કલરના ધુમાડા તથા આંખ બળતરા જેવો બનાવ બનવા પામેલ છે અને મોટી સંખ્યામાં પ્રદૂષણમાં  વધારો કરેલ છે જે વ્યાજબી ન કહેવાય તંત્ર દ્વારા જાહેરમાંક ચરો ફેંકવા તથા જાહેરમાં સળગાવનાર સામે કડક કાર્યવાહી કરવા ઉગ્ર માંગ ઉઠવા પામી છે.

Previous articleવાઘાવાડી રોડ પરથી દબાણ હટાવાયા
Next articleસિંહ દિવસ ઉજવણીમાં જિલ્લામાં ૧૪ લાખથી વધુ વ્યક્તિઓ જોડાશે