પાટનગરમાં વધતો ક્રાઈમરેટ : બે વર્ષમાં ૫૭ લૂંટ, ૩૪ હત્યા અને ૧૭૯ અપહરણ

730
gandhi23-2-2018-6.jpg

ગાંધીનગરમાં ગુનાખોરીના પ્રમાણમાં દિનપ્રતિદિન વધારો થતો હોવાનો જણાઇ રહ્યું છે ત્યારે છેલ્લા બે વર્ષ દરમિયાન ગંભીર ગુનાઓની બનેલી ઘટનાઓ ઉપર નજર કરીએ તો જિલ્લામાં બે વર્ષમાં ૫૭ લુંટ, ૩૪ ખુન, ૨૦ ધાડ, ૬૨૬ ચોરી, ૨૧ બળાત્કાર અને ૧૭૯ અપહરણની ઘટનાઓ બનવા પામી છે. જેની સાથે ૨૬૮ જેટલી ઘરફોડ ચોરીઓ પણ થઇ છે. તે પૈકી ૮૯૪ આરોપીઓની ધરપકડ થઇ હતી. જેમાં ૩૪ની ધરપકડ હજુ બાકી છે. 
ગાંધીનગર જિલ્લા પોલીસના માથે જિલ્લામાં ગુનાખોરી અટકાવવાની સાથે વી.વી.આઇ. પી. બંદોબસ્તની જવાબદારી રહેલી છે. અવાર નવાર મહાનુભાવોના પાટનગરમાં આગમનને પગલે જિલ્લા પોલીસ તેમની સલામતીમાં લાગી જવાના કારણે જિલ્લામાં ગુનાહિતી પ્રવૃત્તિઓનો આંકડો વધી રહ્યો છે. વીવીઆઇપીઓ માટે અલગ પોલીસ દળ બનાવવાની વાત કાગળ ઉપર રહી જવાના કારણે જિલ્લા પોલીસ જિલ્લામાં થતી ગુનાખોરી અટકાવવામાં પાછી પડી રહી હોવાનું છેલ્લા બે વર્ષની ઘટનાઓ ઉપરથી લાગી રહ્યું છે. 
વિધાનસભામાં છેલ્લા બે વર્ષમાં થયેલી ગુનાખોરી સંદર્ભે પુછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં વર્ષ ૨૦૧૬માં ૨૭ લુંટ, ૧૯ ખુન, ૧૩ ઘાડ, ૩૯૫ ચોરી, ૧૧ બળાત્કાર, ૮૯ અપહરણ અને ૧૮૨ આત્મહત્યા અને ૧૩૪ ઘરફોડ ચોરી ની ઘટનાઓ બની હતી. આ પ્રકારે વર્ષ ૨૦૧૭માં ૩૦ લુંટ, ૧૫ ખુન, ૭ ઘાડ, ૩૧૩ ચોરી, ૧૦ બળાત્કાર, ૯૦ અપહરણ, ૨૧૩ આત્મહત્યાની સાથે ૧૩૪ ઘરફોડ ચોરીના બનાવો બન્યા હતાં. 
આમ છેલ્લા બે વર્ષ દરમિયાન જિલ્લામાં લુંટની ૫૭, હત્યાની ૩૪, ઘાડની ૨૦, ચોરીની ૬૨૬, બળાત્કારની ૨૧, ૧૭૯ અપહરણ, ૪૦૧ આત્મહત્યા અને ૨૬૮ ઘરફોડ ચોરીના બનાવો બનવા પામ્યા છે. જે પૈકી પોલીસ દ્વારા અલગ અલગ ગુનાઓમાંથી ૮૯૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ૩૪ આરોપીઓની હજી ધરપકડ કરવાની બાકી છે.

Previous article રાજયના પાટનગરમાં કૂતરાનો ત્રાસ સપ્તાહમાં ૬૫ને કરડયા
Next article મધ્યાહન ભોજનના નાસ્તાના મેનુમાં ફેરફાર : ચટાકેદાર વાનગીઓ પીરસાશે