સિહોર પોલીસ મથકમાં એક વર્ષ પૂર્વે નોંધાયેલ પ્રોહિબીશનના ગુન્હામાં ફરાર ભોજપરા ગામના શખ્સને સિહોર પોલીસ સ્ટાફે ખાખરીયા ગામના પાટીયા પાસેથી ઝડપી લીધો હતો.
સિહોર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પો. ઈન્સ. જે.બી. પરમારની સુચના આધારે પો. કોન્સ. હરપાલસિંહ ગોહિલને મળેલ બાતમી આધારે સિહોર પોલીસ સ્ટેશનમાં પ્રોહી. કલમ ૬પ-એઈ, ૧૧૬ બી મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી જગદિશભાઈ ઉર્ફે જે.બી. બાબુભાઈ ચાવડા રહે.ભોજપરા ગામ તા.જી.ભાવનગરવાળાને ખાખરીયાના પાટીયા પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
આ કામગીરીમાં સિહોર પોલીસ સ્ટેશનના એએસઆઈ એચ.સી. મહેતા, પો. કોન્સ. હરપાલસિંહ ગોહિલ, પો. કોન્સ. જયતુભાઈ દેસાઈ, પો. કોન્સ. અશોકસિંહ ગોહિલ, પો. કોન્સ રામદેવસિંહ જાડેજા, પો.કોન્સ. પ્રદ્યુમનસિંહ ગોહિલ, પો. કોન્સ. રમેશભાઈ છેલાણા તથા પો. કોન્સ. તરૂણભાઈ બારોટ જોડાયા હતા.