દેસાઈનગરમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલી ૩ કાર ઝડપાઈ : ૩ બુટલેગર ફરાર

1510
bhav23-2-2018-6.jpg

ભાવનગર શહેર-જિલ્લામાં ઈંગ્લીશ દારૂ-બિયર પકડાવો હવે કઈ નવીન વાત રહી નથી. પોલીસ તંત્ર રોજ ઈંગ્લીશ દારૂ ઝડપે છે ને બુટલેગરો કોઈ બીક વગર રોજ ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી ખુલ્લેઆમ ધંધો કરે છે. જેમાં આજરોજ ડીવાયએસપી સ્કવોર્ડ અને બોરતળાવ પોલીસ મથકની ટીમે દેસાઈનગરમાંથી ઈંગ્લીશ દારૂ-બિયરનો જથ્થો ભરેલી ત્રણ કારને ઝડપી લીધી હતી. જ્યારે કારમાં સવાર ત્રણ બુટલેગરો નાસી જવામાં સફળ રહ્યાં હતા.
બનાવની મળતી વિગત મુજબ, શહેરના ચિત્રા જીઆઈડીસીમાં ખુલ્લેઆમ ઈંગ્લીશ દારૂનો ધંધો કરતા સંજયસિંહ ઉર્ફે ભાણુભા સહદેવસિંહ સરવૈયા તથા જગદિશ બળવંતભાઈ બારડ અને ગોપાલ બળવંતભાઈ બારડ ત્રણેય સ્કોર્પીયો કાર નં.જીજે૧ એચએફ ૩પ૩૭ અને ટાવેરા કાર નં.જીજે૪ ડબલ્યુ ૯૮ર૯ તથા ટાટા ઈન્ડીકા વીસ્ટા કાર નં.જીજે ૪ એપી ર૪૦૯માં મસમોટો ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરીને હેરાફેરી કરતા હોવાની પૂર્વ બાતમી આધારે ડીવાયએસપી સ્ક્વોર્ડ અને બોરતળાવ પોલીસ મથકની ટીમે વોચ રહી દેસાઈનગર ઋષિરાજનગરમાંથી પસાર થઈ રહેલ બન્ને કારને અટકાવતા પોલીસને જોઈને ત્રણેય બુટલેગરો નાસી છુટ્યા હતા. પોલીસે કારની તલાશી લેતા જેમાંથી ઈંગ્લીશ દારૂનો બોટલ નંગ ૪૩ર અને બિયરના ટીન નંગ-ર૬૪ મળી આવતા પોલીસે બન્ને કાર સહિતનો મુદ્દામાલ કિ.રૂા.૮ લાખ ૭પ હજારનો કબ્જે લીધો હતો અને ફરાર ત્રણેય બુટલેગર વિરૂધ્ધ વિવિધ કલમો મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Previous article શિક્ષણ વિભાગના અગ્રસચિવ અંજુ શર્માની જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક
Next article શહેરમાં પ વર્ષ પુર્વે બંધ કરાયેલ પાસપોર્ટ કેન્દ્રનો ફરિ પ્રારંભ