ટિ્‌વટર પર સચિન તેંડુલકરના ફોલોઅર્સની સંખ્યા ૩ કરોડને પાર

480

ટ્‌વીટર પર સચિન તેંડુલકરના ફોલોવર્સની સંખ્યા ૩૦ મીલીયન (૩ કરોડ) ની પાર પહોંચી ગઈ છે. તે ટ્‌વીટર પર સૌથી વધુ ફોલો કરનાર ભારતીય ક્રીકેત્રોમાંથી બીજા નંબર પર છે. પ્રથમ નંબર પર ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન કેપ્ટન વિરાટ કોહલી છે. વિરાટ કોહલીના ૩ કરોડ ૯ લાખથી વધુ ફોલોવર્સ છે. સચિન તેંડુલકરે ટ્‌વીટર પર ફોલોવર્સની સંખ્યા ૩ કરોડથી વધુ થવા પર ખુશી વ્યક્ત કરી છે. તેમને ટ્‌વીટર કરી પોતાના ચાહકોનો આભાર વ્યક્ત કર્યો છે. તેમને ટ્‌વીટ કરી જણાવ્યું છે કે, ’વર્ષોથી દરેક વ્યક્તિથી મળી રહેલા સમર્થનથી હું ઘણો ખુશ છુ. અમારુ કુટુંબ ૩૦ મીલીયન મોટું થઈ ગયું છે. આભાર.

ટ્‌વીટર પર સૌથી વધુ ફોલો કરવામાં આવનાર ભારતીય નિષ્ણાતોમાં સચિન તેંડુલકર ૭ માં નંબર પર છે. પ્રથમ નંબર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે. ટ્‌વીટર પર નરેન્દ્ર મોદીના ફોલોવર્સની સંખ્યા ૪૯.૨ મીલીયન (૪ કરોડ ૯૨ લાખ) થી વધુ છે. બીજા નંબર પર બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન છે. તેમના ટ્‌વીટર પર ૩ કરોડ ૮૬ લાખથી વધુ ફોલોવર્સ છે. આ યાદીમાં ત્રીજા નંબર પર છે. સદીના મહાનાયક અમિતાભ બચ્ચન છે. બીગબીના ફોલોવર્સની સંખ્યા ૩ કરોડ ૮૦ લાખથી વધુ છે.

Previous articleરેસલર ડ્‌વેન જોનસનની પુત્રી સિમોન જોનસન રિંગમાં ઉતરશે
Next articleકેપ્ટન કોહલીએ પણ બોટલ કેપ ચેલેન્જનો વીડિયો શેર કર્યો