પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ અને ઉત્પાદન કરનાર વેપારીઓ સામે કાર્યવાહી

515

શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણને લઇ જુદા-જુદા વિસ્તારમાં છસ્ઝ્રના સોંલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરમાં આવેલી દુકાનો તથા પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા એકમોમાં તપાસ હાથ ધરી છે. વેજલપુર વિસ્તારમાં આવેલા અર્બુદા ડિસ્પોસેબલ યુનિટને સીલ માર્યું હતું. ઉપરાંત કેએનજી ટ્રેડર્સને પણ સીલ કર્યું હતું. પ્લાસ્ટિક બેગોના વેચાણ બદલ અનેક શાકભાજીવાળા તેમજ દુકાનદારો પાસેથી મોટો દંડ વસૂલવાનું તેમજ સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહ્યો છે.

આજે સવારથી પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ અને ઉત્પાદન સામેની ઝૂંબેશમાં અનેક એકમોને સીલ કરવામાં આવ્યા છે. મોટી રકમનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. કેરી બેગ રાખવા બદલ લક્ષ્મી ગ્રુહ ઉદ્યોગ પાસેથી ૧૫૦૦૦ રૂપિયાનો દંડ વસૂલાયો છે. આ કાર્યવાહી આજે આખો દિવસ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કરવામાં આવશે.

Previous articleભારતીય મહિલા હોકી ટીમે ઓલંપિક ટેસ્ટ ઈવેંટમાં જાપાનને ૨-૧થી હરાવ્યું
Next articleથરાદ સાંચોર હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, બેના મોત, ત્રણ ઈજાગ્રસ્ત