ભાવનગર શહેરના નવાબંદર રોડ પર ગોઝારો અકસ્માત ; 4 લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત

101

ભાવનગર શહેરની નજીક આવેલ નવાબંદર રોડ આજે વહેલી પરોઢે સ્વીફ્ટ કાર અને ડમ્પર વચ્ચે અકસ્માતની ગોઝારી ઘટના બની છે અને જેમાં ચાર લોકોના સ્થળ પર મોત નિપજ્યા છે હૈયું હચમચાવતી ઘટનાની મળતી વિગતો મુજબ ભાવનગર શહેરના નવાબંદર રોડ પર આજે વહેલી સવારે સ્વીફ્ટ કાર અને ડમ્પર વચ્ચે ધડાકાભેર અકસ્માતની દુર્ઘટના સર્જાઇ છે.

સ્વીફટકારમાં રહેલા સવાર ચાર લોકોના સ્થળ પર નિપજ્યા હતા બનાવને લઈ ૧૦૮ અને પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે હાલ કારમાં સવાર ચાર લોકોના મૃતદેહ હજુ કારમાં ફસાયેલા છે જેને બહાર કાઢવા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે બનાવની વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે..

Previous articleતખતગઢ ગામે સોમવતી અમાસ ની ધામ ધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવી
Next articleસંત શ્રી ખીમદાસ બાપુ ચૈતન્ય સમાધિ મંદિર વડવાળી જગ્યા મોવિયા ધામ માં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ના છેલ્લા દીવસે સંત મેળો ધર્મ સભા