તખતગઢ ગામે સોમવતી અમાસ ની ધામ ધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવી

39

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના તખતગઢ ગામે ભદ્રેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સુરેશભાઈ કે ધાંધલીયા તખતગઢ ગામના સરપંચ ના જણાવ્યા અનુસાર આજે સોમવતી અમાસના દિવસે સત્તરસો માણસ નો મેળો ઉભરાયો હતો અને સાથે સાથેભદ્રેશ્વર મહાદેવ નો મહાપ્રસાદ લેવા માટે બધાએ પધાર્યા હતા અને ભદ્રેશ્વર મહાદેવ વિશે વાત કરીએ તો તખતગઢ ના દરિયાની અંદર ભદ્રેશ્વર મહાદેવ નું શિવ લિંગ આવેલું છે એ શીવ લિંગની સ્થાપના પાંડવોએ કરેલી છે અને ભીમે સ્થાપિત કરેલ છે એટલા માટે આ શિવલિંગનું નામ ભદ્રેશ્વર રાખવામાં આવલ અહીં દરિયા માં માણસો સ્નાન પણ કરી શકે એવો નયન રમ્ય નજારો જોવા મળે છે આજે સોમવતી અમાસના દિવસે ખાસ પૂજા-અર્ચના અને ભોજન વ્યવસ્થા કરવામાં આવેલ.
રિપોર્ટ મૂળશંકર જાળેલા..

Previous articleસિહોર ના સર ગામના પાટિયા પાસે અજાણ્યા વાહન ચાલક દ્વારા સિકારૂ નામ નું જનાવર ને અડફેટે લેતા ઈજાગ્રસ્ત
Next articleભાવનગર શહેરના નવાબંદર રોડ પર ગોઝારો અકસ્માત ; 4 લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત