સિહોરની વિદ્યામંજરી સ્કુલમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ

610

સિહોર શહેરની સુપ્રસિધ્ધ શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ – સિહોર ખાતે ૭૩માં સ્વાતંત્ર પર્વની ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઊજવણી કરવામાં આવી. શાળાની પરંપરા મુજબ વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન ધોરણ – ૧૦ માં શાળામાં પ્રથમ આવનાર વિદ્યાર્થી  પ્રદિપકુમાર મેર ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓ, શિક્ષકો દ્વારા પરેડ, દેશભક્તિગીત, નાટક, યોગા, નૃત્ય જેવી સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવી હતી. ટ્રસ્ટી, સંચાલક, આચાર્ય, શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પ્રસંગને અનુરૂપ વક્તવ્યો અપાયા હતા. તથા છેલ્લે ઈનામ વિતરણ, મોં મીઠું કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યામંજરી જ્ઞાનપીઠ શાળા પરીવારે જહેમત ઉઠાવી હતી.

Previous articleજાફરાબાદ ખારવા સમાજ દ્વારા દરિયાદેવનું પુજન
Next articleલાખાવાડ ગામના યુવા સંગઠન દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો