ટોચની ૧૦ કંપની પૈકીની ૯ કંપનીની મૂડીમાં ઘટાડો થયો

384

શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની નવ કંપનીઓની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થયો છે. ટીસીએસની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ઘટાડો થયો હોવા છતાં માર્કેટ મૂડીની દ્રષ્ટિએ હજુ પણ પ્રથમ ક્રમાંક પર અકબંધ છે. રજા સાથે જોડાયેલા સપ્તાહ દરમિયાન બીએસઈ સેંસેક્સમાં ૨૩૨ પોઇન્ટ સુધીનો ઘટાડો થયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ટોચની ૧૦ કંપનીઓ પૈકીની એક માત્ર એવી કંપની છે જેની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન રેકોર્ડ ઉછાળો નોંધાયો હતો. શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન તેની માર્કેટ મૂડીમાં ૭૨૧૫૩.૦૮ કરોડનો વધારો નોંધાતા તેની માર્કેટ મૂડી વધીને ૮૦૯૭૫૫.૧૬ કરોડ સુધી પહોંચી ગઈ હતી. ગયા સપ્તાહની શરૂઆતમાં તેની વાર્ષિક જનરલ મિટિંગમાં રોકાણકારોલક્ષી જાહેરાતો કરવામાં આવ્યા બાદ તેમાં તેજીનું મોજુ ફરી વળ્યું હતું. છેલ્લા સપ્તાહ દરમિયાન ટીસીએસ, એચડીએફસી સહિતની તમામ નવ કંપનીઓની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો હતો. ટીસીએસની માર્કેટ મૂડી શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન ૩૦૮૦૭.૧ કરોડ રૂપિયા ઘટી ગઈ હતી પરંતુ તેની માર્કેટ મૂડી છતાં પણ રિલાયન્સ કરતા વધારે રહી છે. ટીસીએસની માર્કેટ મૂડી ૮૧૧૮૨૮.૪૩ કરોડ નોંધાઈ છે જેથી માર્કેટ મૂડીની દ્રષ્ટિએ પ્રથમ ક્રમાંક ઉપર અકબંધ છે. આ ગાળા દરમિયાન એચડીએફસીની માર્કેટ મૂડી ૧૯૪૯૫.૪ કરોડ રૂપિયા ઘટીને ૩૬૨૧૨૩.૯૨ કરોડ નોંધાઈ છે. એચડીએફસી બેંક અને ઇન્ફોસીસની માર્કેટ મૂડી આ ગાળા દરમિયાન ક્રમશઃ ૧૫૦૬૫.૮ કરોડ અને ૬૭૦૦.૨૭ કરોડ સુધી ઘટી ગઈ છે.

Previous articleમંદીગ્રસ્ત ઓટો મોબાઇલને પેકેજ આપવા માટેની તૈયારી.
Next articleરાજ્યના પોલીસકર્મીઓને સ્વાસ્થ્યનું નિયમિત ચેકઅપ કરાવવા ડીજીપીનો આદેશ