ઉત્તરપ્રદેશ : યોગી કેબિનેટનુ વિસ્તરણ, ૧૮ નવા ઇન થયા

393

ઉત્તરપ્રદેશમાં આજે યોગી આદિત્યનાથ કેબિનેટનુ વિસ્તરણ કરવામાં આવ્યુ હતુ. આની સાથે જ હાલમા ચાલી રહેલી તમામ અટકળોનો અંત આવી ગયો છે.બે વર્ષના લાંબા ગાળા બાદ યોગી કેબિનેટનુ પ્રથમ વિસ્તરણ કરવામાં આવ્યુ હતુ. ૧૯મી માર્ચ ૨૦૧૭ના દિવસે યોગી આદિત્યનાથે રાજ્યના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. બે વર્ષના ગાળા બાદ આ પ્રથમ વિસ્તરણ કરવામાં આવ્યુ છે.  યોગી કેબિનેટનુ વિસ્તરણ કરીને ૧૮ નવા પ્રધાનોને સામેલ કરવામાં આવ્યા છે. નીલકંઠ તિવારીને રાજ્યમંત્રીમાંથી બઢતિ આપી રાજ્યમંત્રી સ્વતંત્ર પ્રભાર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. બીજીબાજુ યાદવ પરિવારના ગઢમાં ખાતુ ખોલનાર રામનરેશ અગ્નિહોત્રીને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. કમલા રાની વરુણને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. તેમની ૧૧મી અને ૧૨ લોકસભા ચૂંટણીમાં જીત થઈ હતી. દલિત નેતા તરીકે તેમની ખુબ લોકપ્રિયતા રહી છે. રાજ્યમંત્રી સ્વતંત્ર પ્રભાર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવેલામાં કલિપદેવ અગ્રવાલ, સતીશ ચંદ્ર દ્ધિવેદી, અશોક કટારિયા, શ્રીરામ ચૌહાણ, રવિંદ્ર જાયસવાલનો સમાવેશ થાય છે.  આ ઉપરાંત અનિલ શર્મા, મહેશ ચંદ્ર ગુપ્તાને રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. રાજભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં તમામને રાજ્યપાલ આનદીબેન પટેલે હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. શપથવિધી કાર્યક્રમમાં તમામ લોકો હાજર રહ્યા હતા. પાંચ પ્રધાનોને પ્રમોટ કરીને કેબિનેટ પ્રધાન બનાવવામાં આવ્યા છે. યોગી આદિત્યનાથે કેબિનેટનુ વિસ્તરણ કરતી વેળા તમામ બાબતોને ધ્યાનમાં લીધી છે.

જેમાં જાતિય સમીકરણ અને ક્ષેત્રીય સંતુલનનો સમાવેશ થાય છે. સાત પ્રધાનોને સારી કામગીરી બદલ ઇનામ આપવામા ંઆવ્યુ છે. બે રાજ્યપ્રધાનોને પ્રમોટ કરવામાં આવ્યા છે. યોગી આદિત્યનાથ હવે ટુંક સમયમાં યોજાનારી પેટાચૂંટણીને લઇને તૈયારીમાં લાગી ગયા છે. હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ જોરદાર દેખાવ યુપીમાં પણ કર્યો હતો. જે ધારાસભ્યો જીતી ગયા હતા. તેમની સીટો પર હવે પેટાચૂટણી યોજાનાર છે. ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની પેટાચૂંટણી માટેની તૈયારી પણ થઇ ચુકી છે. આજે પાંચ સ્વંતંત્ર પ્રભાર મંત્રીઓને કેબિનેટ પ્રઘાન બનાવાયા છે. કેબિનેટમાં બે કેબિનેટ કક્ષાના અને પાંચ સ્વતંત્ર પ્રભારના રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે અન્યો રાજ્યમંત્રી તરીકે છે.

Previous articleઆખરે મોડી સાંજે ચિદમ્બરમની ધરપકડ કરતી સી.બી.આઈ ટીમ
Next articleબીટકોઇન કેસ : આરોપી શૈલેષ ભટ્ટે સાળીને ધમકી આપી હોવાનો આક્ષેપ