’મારી મરજી હું જ્યાં શો કરૂ’ : મીકા સિંહ

626

મીકા સિંહ પર ગત અઠવાડિયે લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. મીકા સિંહે બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરીને પાકિસ્તાનમાં કોન્સર્ટ કરવાને લઇને માફી માંગી હતી. ત્યારબાદ ઓલ ઈન્ડિયા સિને વર્કર એસોસિએશન અને ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લૉરનએ મીકા સિંહ પર પ્રતિબંધ હટાવી લીધો છે. મીકાએ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેજ મુશર્રફના સંબંધીના ત્યાં હાજરી આપીને પાર્ટીમાં ગીત ગાયું હતું. આ કારણથી સિનેમા જગતમાં કામ કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.

મીકાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હું તેના માટે બધાની માફી માંગું છું અને આગળથી આવી ભૂલ કદી નહીં કરું. તેમણે વધુમાં જણાવ્યું કે, કોઇને પણ વીઝા મળશે તો, કોઇ પણ જશે. તમને પણ મળે તો તમે પણ જશો, તેમ મને વિઝા મળ્યા હતા એટલે હું ગયો હતો. મીકાએ ખુલાસો કર્યો કે, મેં અગાઉથી મારા ક્લાઇંટને વાયદો કરી ચૂક્યો હતો. જો કે, મારો ટાઇમિંગ

રિપોર્ટ અનુસાર, જ્યારે મીકાને સવાલ પૂછવામાં આવ્યો કે, તેઓ પાકિસ્તાની કોન્સર્ટમાંથી મળેલા રૂપિયાને ડોનેટ કરશે કે ટેક્સ ભરેશે? ત્યારબાદ મીકા સિંહ પ્રેસ કોન્ફરન્સ છોડીને ચાલ્યા ગયા હતા.

જતા જતા તેમને ગુસ્સામાં જણાવ્યું કે, ‘મારી મરજી હું જ્યાં શો કરૂ’.

Previous article’વી કેન બી હીરોઝ’થી પ્રિયંકા ચોપડા નેટફ્લિક્સ પર ડેબ્યુ કરશે
Next articleખુબસુરત ચિત્રાંગદા આઇટમ ગીતોને લઇને પણ પૂર્ણ સંતુષ્ટ