અંકુશ રેખા નજીક ત્રાસવાદીઓ એકત્રિત થયા : હુમલાનો ખતરો

338

જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ની નાબુદી બાદ હચમચી ઉઠેલા પાકિસ્તાન દ્વારા જુદી જુદી રીતે ભારતમાં રક્તપાત સર્જવવા માટેના પ્રયાસ જારી રાખ્યા છે. ખાસ કરીને જમ્મુ કાશ્મીરમાં રક્તપાત સર્જવા માટે બનતા તમામ પ્રયાસો પાકિસ્તાન અને તેની ગુપ્તતચર સંસ્થા આઇએસઆઇ તેમજ પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવી રહ્યા છે. તમામના પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદી હુમલા કરવાના પ્રયાસ જારી રાખ્યા છે. હવે પ્રાપ્ત થયેલી માહિતી મુજબ પાકિસ્તાન હવે અફઘાન ત્રાસવાદીઓને ઘુસણખોરી કરાવી દેવા માટે તૈયાર છે. અફઘાનિસ્તાનના ત્રાસવાદીઓ વધારે પ્રમાણમાં ટ્રેનિંગ પામેલા છે અને વધારે ખતરનાક છે. હાલમાં મોટી સંખ્યામાં અફઘાનિસ્તાની ત્રાસવાદીઓ અંકુશ રેખા ખાતે એકત્રિત થયા છે. પાકિસ્તાને ૯૦ના દશકમાં પણ આવી જ રીતે ખતરનાક હુમલા કરવા માટે અફઘાનના ત્રાસવાદીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સુરક્ષા દળોના એક વરિષ્ઠ અધિકારીના કહેવા મુજબ અફઘાનિસ્તાનના ત્રાસવાદીઓ વધારે ખતરનાક છે. કારણ કે તેમની ટ્રેનિગ વધારે પ્રમાણમાં કઠોર રહે છે. આ જ કારણસર પાકિસ્તાન હવે ફરી એકવાર અફઘાન ત્રાસવાદીઓની મદદથી ત્રાસવાદને ફેલાવવા માટેના પ્રયાસમાં છે. ૨૦૦થી પણ વધારે ખતરનાક ત્રાસવાદીઓ જે તાલિબાનની સાથે મળીને લડી ચુક્યા છે તે એલઓસીની નજીક લોંચ પેડ ખાતે એકત્રિત થયા છે. કેટલાક અફઘાન ત્રાસવાદીઓ તો પહેલા જ ઘુસણખોરી કરી ચુક્યા છે. જે ભારત અને ખાસ કરીને કાશ્મીર માટે વધારે ચિંતાજનક બાબત છે. આ ત્રાસવાદીઓ દિલ્હી સહિતના મોટા શહેરોમાં ત્રાસવાદી હુમલાને અંજામ આપીને માહોલ ખરાબ કરી શકે છે.

ઇન્ટેલિજન્સ સુત્રોના કહેવા મુજબ ૧૯મી ઓગષ્ટના દિવસે પાકિસ્તાનના બહાવલપુરમાં ત્રાસવાદીઓની એક મોટી બેઠક મળી હતી. આ બેઠક કુખ્યાત ત્રાસવાદી મસુદ અઝહરના નાના ભાઇ મૌલાના રાઉફ અઝહર દ્વારા બોલાવવામાં આવી હતી. રાઉફ અઝહર ત્રાસવાદી સંગઠન જેશના આર્મ્ડ વિંગ કમાન્ડર તરીકે છે. રાઉફ અફઘાનિસ્તાન લડાઇમાં સક્રિય રહ્યોહતો. ઇન્ટેલિજન્સ સુત્રોની પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ત્રાસવાદીઓની આ બેઠકમાં હાજર રહેલા આકાઓએ ભારતમાં હુમલા કરવા માટેના ખાસ આદેશ જારી કર્યા હતા. બેઠકના પરિણામને આઇએસઆઇ પાસે મંજુરી માટે મોકલી દેવામાં આવ્યા છે. આઇએસઆઇ ભારતમાં સીધી રીતે ત્રાસવાદી હુમલા કરવા માટે યોજના ધરાવે છે. તેમની યોજના ભારતમાં યુવાનોને ગેરમાર્ગે દોરવાના પણ રહેલા છે. ૧૩મી ઓગષ્ટના દિવસે પાકિસ્તાની સેનાના મોટા અધિકારીઓએ પુછ સેક્ટરના દુસરી અને રાવલકોટમાં ત્રાસવાદી ટ્રેનિંગ આપી રહેલા કમાન્ડરોની સાથે વાતચીત કરી હતી.

Previous articleયુદ્ધવિરામનો ભંગ કરી ફરી પાક દ્વારા ભીષણ ગોળીબાર
Next articleમારા પિતાની ધરપકડ કરવી એ ટેલીવીઝનના રિયાલિટી શોની જેમ છે : કાર્તિ ચિદમ્બરમ્‌