મહાપાલિકાની સાધારણ સભામાં રોડ – રસ્તા પ્રશ્ને થયેલી ઉગ્ર ચર્ચા

564

ભાવનગર મહાપાલિકાના જનરલ બોર્ડ બેઠક મેયર મનભા મોરીના પ્રમુખ પદે મળેલ આ બેઠકમાં આઠ જેટલા તુમારો ચર્ચા વિચારણાના અંતે સર્વાનુમતે પાસ થયા હતાં.

બેઠકમાં પ્રશ્નોતરીમાં ભરત બુધેલીયાએ રીંગરોડનો પ્રશ્ન ઉભો કરી રિંગરોડ પુરો ન  થાય ત્યાં સુધી પ૦ ટકા વિકાસ રૂંધવાની વાત કરેલ. સભ્ય દ્વારા ઉઠાવેલ, પ્રશ્નોના સીટી એન્જી. ચંદારાણા અને રોડ એન્જી. મકવાણાએ વિગતે જવાબ આપ્યો હતો. આ મુદ્દામાં અભયસિંહ ચૌહાણ, સુરેશભાઈ ધાંધલ્યા, હિંમત મેણીયાએ ચર્ચામાં ભાગ લીધો હતો. કોર્પોરેટર ઘનશ્યામ ચુડાસમાએ ચૃચામાં ભાગ લેતા ગઢેચી રોડનું કામ કયારે શરૂ થશે, ટ્રાફીક સમસ્યા વધતી જાય છે. અભયસિંહ ચૌહાણે ડીપીઆર ટેન્ડરોની ચર્ચા કરી હતી. ૮૦ફુટ અક્ષર પાર્ક રસ્તાની વાત કહેવાય જીતુ સોલંકીએ મીડીયમ ઈંગ્લીશ સ્કુલ રોડનો મુદ્દો ઉભો કર્યો. વિપક્ષી નેતા જયદિપસિંહ ગોહિલે શહેરના બિસ્માર રોડ રસ્તાઓ વરસાદના પાણીથી તુટેલ રસ્તા, થોડા વરસાદે રસ્તાઓ વચ્ચે ખાડા પડી ગયા, રસ્તા પાછળ કરોડોનો ખર્ચ થાય છે. જે કરોડો રૂપિયાના ખર્ચનું પાણી થાય છે. તેમણે શું કોન્ટ્રાટકરના ભાગીદાર છીએ. આવો આક્ષેપ પણ કર્યો હતો.  જયદિપસિંહ ગોહિલની રજુઆતનો છેદ ઉડાડતા સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું કે રોડ રસ્તાના સામાન્ય પ્રશ્નો હશે પરંતુ આવી ખોટી વાતો ચલાવી લેવા જેવી નથી. રોડ વિભાગના અધિ. મકવાણાએ પણ રોડ રસ્તાની સાચી સ્થિતિનું વર્ણન કર્યુ હતું. અને જયા રોડ ખરાબ થયા છે. તે રિપેર કરવાની વાત કરી રિકારપેટ રસ્તો, ડ્રેનેજના મેન હોલ, શહેરના અન્ય બીજા પ્રશ્નો અંગે પણ સભ્યોએ પ્રશ્નો ઉઠાવ્યા.  રહિમ કુરેશીએ સફાઈ કામદાર મુદ્દે ચર્ચા કરી સફાઈ કામદારના એક એક મુદ્દે વોર્ડમાં આવવું પડે અને સરકારના ઠરાવોન ઉલ્લેખ કરી કેટલીક ચૃચાઓ કરી આ પ્રશ્નોમાં અધિકારી દ્વારા જવાબો દેવા આવ્યા હતાં. સામેલ આજના બોર્ડમાં સભ્યો દ્વારા ચીલાચાલુ ચર્ચા કરી હતી. બોર્ડમાં અમૃત યોજના તમે ૧૮૮ કરોડના ખર્ચના વિકાસની વાતો પણ થઈ.  મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં કમિ. ગાંધી તથા સીટી ેએન્જી. ચંદારાણા વિગેરે હાજર રહેલ.  બોર્ડ બેઠકમાં રિંગરોડ અને મેનહોલના ઢાંકણાઓ મુદ્દે લાંબી ચર્ચાઓ થવા પામેલ. જો કે બોર્ડમાં ખાસ કરીને અભયસિંહ ચૌહાણ, સુરેશભાઈ ધાંધલ્યા અને યુવરાજસિંહ ગોહિલે પણ કેટલાંક મુદ્દે ચર્ચામાં ઠીક ઠીક ભાગ લીધો હતો.  સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન યુવરાજસિંહ ગોહિલ વિપક્ષ કોંગી નેતા જયદિપસિંહ ગોહિલની કેટલીક રજુઆતોનો સાફ સાફ શબ્દોમાં જવાબ આપી શાસકોની સ્થિતિ મજબુતીનો ઉલ્લેખ કર્યો હતો.

Previous articleભાવનગરમાં દહીં હાંડી મહોત્સવ
Next articleજન્માષ્ટમી લોકમેળાને લોકોએ મનભરીને માણ્યો