રાજુલાના કથીવદરપરા ગામની ગ્રામ પંચાયત અલગ કરવા માંગ

448

રાજુલાના કથીવદર પરાના ગ્રામજનોએ આજે પ્રાંત કચેરીએ રેલી કાઢી આવેદનપત્ર આપ્યું હતું અને ગ્રામપંચાયત અલગ કરવા માંગણી કરી હતી.

આજરોજ કથીવદર પરાના ગ્રામજનોએ રજુઆત કરતા જણાવ્યું હતું. કે હાલમાં કથીવદર તેમજ કથીવદર પાર તેમ ભેગી ગ્રામ પંચાયત છે આથી દરેક કામોમાં ભારે અગવડતા પડે છે વળી પરા વિસ્તાર સૌથી મોટો છે આથી ભારે હાલાકી પડે છે અવાર-નવાર રજુઆતો  કરવા છતા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરાતી નથી જો બંનેની ગ્રામ પંચાયત અલગ અલગ કરવામાં આવે તો આ ગામનો વિકાસ થઈ શકે તેમ છે તેવી રોષભેર રજુઆત કરી હતી.

આજે બહોળી સંખ્યામાં મહિલાઓ બાળકો યુવાનોએ મામતલદાર કચેરી પ્રાંત કલેકટર તેમજ તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરી રેલી કાઢી આવેદનપત્ર આપ્યું હતું.

આ બાબતે ગ્રામજનોનું એવું કહેવું છે કે આ સંયુકત ગ્રામ પંચાયતના લીધે હાલમાં પરા વિસ્તારમાં રોડ રસ્તા સ્ટ્રેટ લાઈટ સ્મશાન ગંદકી સહિતની અનેકવિધ સમસ્યાઓ ઘર કરી ગઈ છે. આ પ્રશ્નો ઉકેલાતા નથી આથી અમારા ગામનો વિકાસ અટકયો છે. ત્યારે તાકીદે અમારા કથીવદર પરાને અલગ ગ્રામપંચાયત આપવા માંગણી છે.

અગાઉ પણ હિરાભાઈસોલંકીએ ગામ લોકોને પડતી તમામ બાબતે હાલાકીથી ગત ઈલેકશનમાં કથીવદર પરાનું બુથ પણ અલગ કરાવેલ હતું. અને આગામી સમયમાં કથીવદર પરા ગ્રામપંચાયત બાબતે સરકારમાં કાર્ય્વાહી શરૂ કરાઈ છે.

Previous articleબોટાદ ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ સંગઠનની બેઠક યોજાઈ
Next articleબરવાળા સખી વન સ્ટોપ ખાતે જિલ્લા કક્ષાની મોનીટરીંગ કમીટીની બેઠક યોજાઈ