બોટાદ ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ સંગઠનની બેઠક યોજાઈ

461

બોટાદ શહેર અને તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ સંગઠનની બેઠક રવિવારના રોજ મોચી સમાજની વાડી ખાતે સાંજના ૪ કલાકે યોજાઈ હતી.

આ બેઠકમા આવનાર દિવસોમા બોટાદ તાલુકા યુવા ક્ષત્રિય રાજપૂત સમાજ સંગઠનની સ્થાપના કરવામા આવશે અને તેના દ્વારા સમાજના વિવિધ શૈક્ષણિક, બ્લડડોનેશન કેમ્પ, સન્માન સમારોહ તેમજ સમાજના વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામા આવશે તે અંગેનુ માર્ગદર્શન સમાજના આગેવાનો દ્વારા આપવામા આવ્યુ હતું. તેમજ આવનાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જી.આર.સી.એ. દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશનની કામગીરી તા.૨૮/૮ થી શરૂ થવાની હોવાથી સમાજના દરેક વિદ્યાર્થીઓ આ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી વધુમા વધુ જોડાય તે માટે માર્ગદર્શન આપવામા આવ્યુ હતું. આ કાર્યક્રમમા બોટાદ શહેર તેમજ ગામડાઓમાંથી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજના લોકો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleદામનગરમાં વૃક્ષના ૪૦ પીંજરા ચોરાયાની રાવ
Next articleરાજુલાના કથીવદરપરા ગામની ગ્રામ પંચાયત અલગ કરવા માંગ