મને ગણિતમાં ખબર નહોતી પડતી, ૧૦૦માંથી ૩ માર્ક આવ્યા હતાઃ કોહલી

682

ક્રિકેટની પીચ પર રનોના ઢગલા કરીને આંકડા શાસ્ત્રીઓને સતત વ્યસ્ત રાખનાર ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી પોતે ગણિતમાં સાવ ઠોઠ નિશાળીયો હતો. કોહલીએ એક અમેરિકન પત્રકારને આપેલા  ઈન્ટરવ્યૂમાં પોતાના વિદ્યાર્થી કાળની રસપ્રદ જાણકારી આપી હતી.જેમાં તેણે ઉપરોક્ત ખુલાસો કર્યો હતો.

કોહલીએ કહ્યુ હતુ કે, હું ધો.૧૦માં કોઈ પણ ભોગે પાસ થઈને ધો.૧૧માં જવા માંગતો હતો.ધો.૧૧માં ગણિત લેવુ ફરજિયાત નહોતુ પણ એ પહેલા ધો.૧૦માં બીજા વિષયોની સાથે ગણિતની પરીક્ષા પાસ કરવી જરુરી હતી.મને સમજ નહોતી પડકી કે કોઈ મેથ્સનો વિષય ભણે જ કેમ છે? મને મેથ્સમાં ખબર નહોતી પડતી.મારા મેથ્સમાં ૧૦૦ માંથી ૩ માર્ક આવ્યા હતા.મેથ્સની ફોર્મ્યુલાઓનો મેં જીવનમાં હજી સુધી ઉપયોગ કર્યો નથી.

કોહલીએ કહ્યુ હતુ કે, કદાચ ધો.૧૦માં ગણિતની પરીક્ષા પાસ કરવા માટે જેટલી મહેનત કરી હતી તેટલી મહેનત મેં ક્રિકેટના મેદાન પર પણ ક્યારેય નહી કરી હોય. કોહલીએ પોતાના પિતાના અવસાનને જીવનનો ટર્નિંગ પોઈન્ટ ગણાવતા કહ્યુ હતુ કે, મારા પિતા પ્રેમ કોહલીના નિધનથી મારી જીંદગી બદલાઈ ગઈ હતી.તે સમયે મેં મારા ભાઈને કહ્યુ હતુ કે, મારા પિતાનુ સપનુ હતુ કે, હું દેશ માટે રમું અને હું એ સપનુ પુરૂ કરીશ.

Previous articleબીસીસીઆઈનો કોન્ટ્રાક્ટ તોડવા પર કાર્તિકે માગી બિનશરતી માફી
Next articleઆઈસીસી મહિલા ટી-૨૦ વિશ્વકપનો અંતિમ કાર્યક્રમ જાહેર