બીસીસીઆઈનો કોન્ટ્રાક્ટ તોડવા પર કાર્તિકે માગી બિનશરતી માફી

396

ભારતીય ટીમથી બહાર ચાલી રહેલા દિનેશ કાર્તિકે બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાનની માલિકીવાળી ટીમ ટ્રિનબૈગો નાઇટરાઇડર્સના ડ્રેસિંગ રૂમમાં કેરેબિયન પ્રીમિયર લીગની મેચ જોઈને બીસીસીઆઈના કેન્દ્રીય કોન્ટ્રાક્ટનું ઉલ્લંઘન કરવા પર ’બિનશરતી માફી’ માફી માગી લીધી છે. કાર્તિક આઈપીએલની કોલકત્તા નાઇટ રાઇડર્સ ટીમનો કેપ્ટન છે.

કાર્તિક ડ્રેસિંગ રૂમમાં ટ્રિનબૈગોની જર્સીમાં મેચ જોતો જોવા મળ્યો હતો. બીસીસીઆીએ તેને કારણ દર્શાવો નોટિસ જારી કરીને પૂછ્યું કે તેનો કેન્દ્રીય કરાર કેમ રદ્દ ન કરવામાં આવે. કાર્તિકે પોતાના જવાબમાં કહ્યું કે, તે કોચ બ્રેન્ડન મેક્કુલમની વિનંતી પર પોર્ટ ઓફ સ્પેન ગયો હતો અને તેના કહેવા પર જ ટીકેઆરની જર્સી પહેરીને મેચ જોઈ હતી.

કાર્તિકે પત્રમાં લખ્યું, ’મેં આ યાત્રા પહેલા બીસીસીઆઈની મંજૂરી ન લેવા પર બિનશરતી માફી માગુ છું.’ તેણે કહ્યું, ’હું કહેવા માગુ છું કે મેં ટીકેઆરની કોઈપણ ગતિવિધિમાં ભાગ લીધો નથી અને ન કોઈ ભૂમિકા નિભાવી છે.’ તેણે આશ્વાસન આપ્યું કે, બાકી મેચોમાં તે ટીકેઆરના ડ્રેસિંગ રૂમમાં બેસસે નહીં. કાર્તિકના આ માફીમાના બાદ પ્રશાસકોની સમિતિ મામલાનો પૂરો કરી શકે છે.

Previous articleહું ભૂલથી પુરુષ ટૉયલેટમાં ઘૂસી ગઇ હતીઃ નુસરત ભરુચા
Next articleમને ગણિતમાં ખબર નહોતી પડતી, ૧૦૦માંથી ૩ માર્ક આવ્યા હતાઃ કોહલી