અમેરિકા ૨૬ અને રશિયા પણ ૧૪ વખત ફ્લોપ રહ્યા

354

ભારતના મુન  મિશન ચન્દ્રયાન-૨ને ભલે અપેક્ષા મુજબની સફળતા મળી નથી પરંતુ અંતરિક્ષના ઇતિહાસમાં નજર કરવામાં આવે તો હારમાં જ જીતના રાજ છુપાયેલા રહ્યા છે. અંતરિક્ષમાં હારમાં જ જીતની પટકથા રહેલી છે. અમેરિકા અને રશિયા જેવા દેશો પણ અનેક વખત ફ્લોપ સાબિત થઇ ચુક્યા છે. અનેક વખત ફ્લોપ સાબિત થયા બાદ આ દેશો ચન્દ્રને સ્પર્શ કરવામાં સફળ રહ્યા હતા. ભારતના ચન્દ્રયાન-૨ મિશનને ઇચ્છા મુજબની સફળતા મળી ન હતી. ચન્દ્રયાન-૨ ચન્દ્રની સપાટી પર લેન્ડ કરવાથી મિનિટો પહેલા જ માર્ગ પરતી ભટકી જતા નિષ્ફળતા હાથ લાગી હતી. જો કે ઇસરોએ આ પ્રયોગના કારણે પોતાની ક્ષમતાને વધારે મજબુત કરી દીધી છે. અંતરિક્ષના અભિયાનમાં પોતાની ઓળખ અને તાકાત વધારી દીધી છે. એવુ નથી કે માત્ર ભારત જ સોફ્ટ લેન્ડિંગથી ચન્દ્ર પર ચુક કરનાર છે. અમેરિકા અને રશિયા જેવા દેશોને પણ ચન્દ્ર અભિયાનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી ચુક્યો છે. શરૂઆતમાં ચન્દ્ર પર પહોંચવા માટેનો સફળતાનો દર ઓછો હતો. પરંતુ જેમ જેમ ટેકનોલોજી વિકસિત થતી રહી છે તેમ તેમ સફળતા પણ મળતી રહી છે.

અમેરિકા પોતાના કુલ ચન્દ્ર મિશન પૈકી ૨૬માં ફ્લોપ રહ્યુ છે.  જ્યારે રશિયાને ૧૪ વખત નિષ્ફળતા મળી હતી.ચન્દ્રના સાઉથ પોલની સપાટી પર સોફ્ટ લેન્ડિંગના નિષ્ફળ પ્રયાસને એક નાનકડા ફટકા તરીકે ગણવામાં આવે છે. આ ફટકા બાદ ઇસરો વધારે તૈયારીમાં ભવિષ્યમાં રહી શકે છે. ચન્દ્રયાન-૨ મિશન પૂર્ણ રીતે ફ્લોપ નથી. રશિયાના ત્રણ મિશન સફળ રહ્યા છે.

રશિયાએ જાન્યુઆરી ૧૯૬૬માં પ્રથમ વખત ચન્દ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરી હતી. આ મિશન દ્વારા ચન્દ્રની સપાટીના ફોટો મોકલવામાં આવ્યા હતા.  ચંદ્રને સ્પર્શ કરવાની ઇચ્છાની શરૂઆત ૧૯૫૦માં રજૂ કરવામાં આવી હતી તે વખતે દુનિયાના બે શક્તિશાળી દેશો અમેરિકા અને રશિયાએ આ દશકમાં કુલ ૧૪ ચંદ્ર મિશન મોકલ્યા હતા. અમેરિકાએ કુલ ૭ મિશન ચંદ્ર પર મોકલ્યા હતા પરંતુ એકમાં જ સફળતા મળી હતી જ્યારે રશિયાએ કુલ ૪ મિશન ચંદ્ર ઉપર મોકલ્યા હતા જેમાં ત્રણમાં સફળતા મળી હતી. અમેરિકાએ ઓગસ્ટ ૧૯૫૮માં પોતાના પ્રથમ મૂન મિશન પાયોનિયર મારફતે ચંદ્રની માહિતી મેળવવાના પ્રયાસ કર્યા હતા. જો કે, લોન્ચિંગના તબક્કા દરમિયાન જ આ મિશન ફ્લોપ રહ્યું હતું. ત્યારબાદ રશિયાએ એક મહિના બાદ સપ્ટેમ્બર ૧૯૫૮માં માનવરહિત મૂન મિશન પર કામ શરૂ કર્યું હતું. રશિયા પણ ચંદ્રની સપાટી ઉપર માહિતી મેળવવા ઇચ્છુક હતું. આ મિશન પણ લોન્ચિંગના તબક્કામાં જ ફ્લોપ રહ્યું હતું. પ્રથમ આ સફળતા બાદ રશિયાએ ૧૯૫૯માં જાન્યુઆરીથી ઓક્ટોબર સુધી ત્રણ મિશન લોંચ કર્યા હતા જેમાં તમામમાં સફળતા મળી હતી.

જાન્યુઆરી ૧૯૫૯માં ચંદ્રએ લુના-૧ મિશનને ચંદ્ર પર મોકલ્યું હતું. જો કે, આ મિશન નિષ્ફળ રહ્યું હતું. અલબત્ત આ મિશન સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું ન હતું. ચંદ્રની આગળ આ યાન ઉતરી ગયું હતું પરંતુ આ પ્રથમ એવું મિશન હતું જે ચંદ્રની નજીક પહોંચ્યું હતું. ત્યારબાદ સપ્ટેમ્બર ૧૯૫૯માં રશિયાએ લુના-૨ મિશન લોંચ કરીને સ્પેસક્રાફ્ટને ચંદ્રની સપાટી ઉપર ઉતારવામાં સફળતા મેળવી હતી. ઓક્ટોબર ૧૯૫૯માં લુના-૩ મારફતે રશિયાએ ચંદ્રની સપાટીના ફોટા લીધા હતા. ૧૯૫૦માં રશિયાથી પાછળ રહી ગયા બાદ ૧૯૬૦ના દશકમાં અમેરિકા અને રશિયાએ ચંદ્ર ઉપર મિશનને લઇને જોરદાર ટક્કર કરી હતી. આ દશકમાં કુલ ૫૫ મિશન ચંદ્ર તરફ રવાના કરાયા હતા જેમાં ૨૮માં સફળતા મળી હતી. અમેરિકાએ એકલા ૩૬ મિશન ચંદ્ર તરફ રવાના કર્યા હતા જે પૈકી ૧૭માં સફળતા મળી હતી. આ ગાળામાં રશિયાએ ૧૯ મિશન ચંદ્ર પર મોકલ્યા હતા જેમાં ૧૧માં સફળતા મળી હતી. રશિયાએ જાન્યુઆરી ૧૯૬૬માં લુના-૯ મારફતે પ્રથમ વખત ચંદ્રની સપાટી ઉપર સોફ્ટ લેન્ડિંગમાં સફળતા મેળવી હતી. આ મિશને ચંદ્રની સપાટીના ફોટા મોકલ્યા હતા. રશિયાએ ત્યારબાદ ૧૯૬૮માં સ્પેશક્રાફ્ટ ચંદ્રની કક્ષામાં મોકલ્યું હતું જે ફરીથી જમીન પર પરત ફર્યું હતું. આ મિશનમાં પશુઓને પણ મોકલવામાં આવ્યા હતા.

Previous articleભારત-પાક. વચ્ચે તણાવ ઘટ્યો, બંને દેશ ઈચ્છે તો મદદ કરવા તૈયાર છું : ડોનાલ્ડ ટ્રમ્પ
Next articleકાશ્મીરી ખેડૂતો માટે મોદી સરકારનું ૮,૦૦૦ કરોડનું મિશન એપલ