૨૦૧૬ અમેરિકન ચૂંટણીમાં દખલ કરવા પુતિને આદેશ આપ્યા હતા

323

અમેરિકન ખાનગી એજન્સી સીઆઈએના એક એજન્ટે ૨૦૧૬માં થયેલી અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી વિશે ખુલાસો કર્યો છે. એજન્ટે અમેરિકન ન્યૂઝ પેપર ન્યૂયોર્ક ટાઈમ્સ સાથે વાતચીતમાં દાવો કર્યો છે કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકન ચૂંટણીમાં હસ્તક્ષેપ માટે તેમની ઈન્ટેલિજન્સ એજન્સીને આદેશ આપ્યો હતો. ત્યારે તેઓ રશિયાના ઉચ્ચ અધિકારીઓમાં સામેલ હતા. તેનો એક રિપોર્ટ તેમણે ૨૦૧૬માં સીઆઈએને મોકલ્યો હતો.

ન્યૂઝપેપરના રિપોર્ટ પ્રમાણે સીઆઈએ એજન્ટના પરિવારજનોએ જણાવ્યું છે કે, તેઓ પુતિનના અંગત મામલાઓમાં સામેલ નહતા પરંતુ રશિયા સરકાર સાથે જોડાયેલા ઉચ્ચ સ્તરિય નિર્ણય લેનાર અધિકારીઓ સામેલ હતા. એજન્ટે દાવો કર્યો હતો કે પુતિને વ્યક્તિગત રીતે આદેશ આપ્યા હતા અને ચૂંટણીને પ્રભાવિત કરવા ઉચ્ચ સ્તરિય ગુપ્ત યોજના બનાવી હતી.

રિપોર્ટ પ્રમાણે સીઆઈએ એજન્ટે ૨૦૧૬માં પણ આ વિશે માહિતી આપી હતી. આ માહિતી એટલી મહત્વની અને વિવાદાસ્પદ હતી કે સીઆઈએના ઉચ્ચ અધિકારીયોએ એજન્ટના રેકોર્ડ અને તેની માહિતીની પૂરી સમીક્ષા કરવાનો આદેશ આપ્યો હતો. એજન્ટે કહ્યું હતું કે, સીઆઈએને ખાનગી માહિતી આપવાના કારણે તેનું કરિયર પ્રભાવિત થયું હતું. તેને પછી કોઈ કામ આપવામાં નહતુ આવ્યું અને ૨૦૧૭માં રશિયામાંથી કાઢી દેવામાં આવ્યો હતો.

Previous articleકાશ્મીરી ખેડૂતો માટે મોદી સરકારનું ૮,૦૦૦ કરોડનું મિશન એપલ
Next articleઇમરાન મંત્રી ફવાદ ચૌધરી મૂર્ખ,પાક.આજે પણ રિક્ષા-સાઇકલમાંથી બહાર નથી આવતુ