ઉત્તર પ્રદેશ-મહારાષ્ટ્રમાં બે ગમખ્વાર અકસ્માતઃ ૧૧ લોકોના મોત,અનેક ઘાયલ

370

ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં ગુરુવારે એક ભીષણ રોડ અકસ્માતમાં પાંચ લોકોના દર્દનાક મોત થયા છે. જ્યારે મહારાષ્ટ્રના સતારા નજીક પુણે-બેંગ્લુરુ નેશનલ હાઈવે પર થયેલા અકસ્માતમાં ૬ લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ હાપુડમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો. ઘટના હાફિસપુર પોલીસ સ્ટેશનની હદમાં સોના પેટ્રોલ પંપ પાસે ઘટી. અકસ્માત બાદ ચારે બાજુ ચીસાચીસ જોવા મળી હતી. અવાજ સાંભળીને આસપાસના લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યાં હતાં. અકસ્માતની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા.

મળતી માહિતી મુજબ હાફિઝપુર  પોલીસ સ્ટેશનની હદના સોના પેટ્રોલ પંપ નજીક હાઈવે-૯ પર એક ટ્રક ઊભો હતો. ત્યારે જ મુરાદાબાદ તરફથી પૂરપાટ ઝડપે આવતી કાર ઊભેલા ટ્રક સાથે ધડાકાભેર ભટકાઈ અકસ્માત એટલો ભયંકર હતો કે કાર ટ્રકની અંદર જ ઘૂસી ગઈ અને કારસવાર પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં.

અન્ય એક અકસ્માત મહારાષ્ટ્રના સતારા નજીક પુણે-બેંગ્લુરુ નેશનલ હાઈવે પર સર્જાયો. જેમાં એક બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થઈ. આ અકસ્માતમાં ૬ લોકોના મોત થયા છે જ્યારે ૧૦ જેટલા લોકો ઘાયલ છે. અકસ્માત આજે વહેલી સવારે થયો.

 

Previous articleમધ્યપ્રદેશમાં ખેડૂત પાસે નાયબ મામલતદારે લાંચ માંગતા ખેડૂતે ભેંસ આપી..!!
Next articleવિક્રમનો સંપર્ક કરવા ઇસરોની વ્હારે આવ્યુ નાસાઃ મોકલ્યો ‘હેલ્લો’નો મેસેજ