જંગી ૧.૦૭ અબજ ડોલર ચુકવવા ગુગલે તૈયારી કરી

325

અમેરિકાની મહાકાય કંપની ગુગલ કોર્ટમાં જાહેર કરવામાં આવેલી સમજૂતિ મુજબ ફ્રાંસમાં ટેક્સ વિવાદનો અંત લાવવા ૯૬૫ મિલિયન યુરો અથવા તો ૧.૦૭ અબજ ડોલર ચુકવવા માટે તૈયાર થઇ જતાં આને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. કંપની કરચોરી માટે ૫૦૦ મિલિયન યુરો દંડ રુપે ચુકવનાર છે. સાથે સાથે ૪૬૫ મિલિયન યુરોની રકમ ફ્રાંસની ટેક્સ ઓથોરિટી સાથે ક્લેઇમને દૂર કરવા માટે ચુકવનાર છે. એક નિવેદનમાં ગુગલે માહિતી આપતા કહ્યું છે કે, સેટલમેન્ટને લઇને તેઓ સંતુષ્ટ છે. આની સાથે જ તમામ પ્રકારના મતભેદોનો અંત આવશે. કોર્ટની બહાર આ સમજૂતિ કરવામાં આવી છે. આવી સમજૂતિ અગાઉ ઇટાલી અને બ્રિટનમાં ગુગલ દ્વારા કરવામાં આવી હતી. જો કે, ફ્રાંસની સમજૂતિ અગાઉની સમજૂતિ કરતા ખુબ મોટી છે. ફ્રાંસના ન્યાયિક મંત્રીનું કહેવું છે કે, આ જટિલ મુદ્દાનો ઉકેલ આવી ગયો છે જેનાથી અમે સંતુષ્ટ છીએ. પોતાના નિવેદનમાં ફ્રાંસના ન્યાયમંત્રી નિકોલસે કહ્યું છે કે, ફ્રાંસના ફિસ્કલ ફેરનેસ અને પબ્લિક ફાઈનાન્સ માટે ખુબ સારા સમાચાર છે. સેટલમેન્ટ દર્શાવે છે કે, ફ્રાંસની ઓથોરિટી યોગ્ય ટેક્સ વ્યવસ્થાની ખાતરી કરવા માટે તમામ સંસાધનો ધરાવે છે. અમેરિકાની ટેક કંપનીઓની જેમ જ ગુગલ યુરોપિયન હેડક્વાર્ટરમાં મુખ્ય કામગીરી ધરાવે છે. મોટી કંપનીઓને આકર્ષિત કરવા માટે સરકારે ૧૨.૫ ટકામાં કોર્પોરેટ ટેક્સ રેટ નક્કી કર્યો છે. ફ્રાંસ જેવા મોટા યુરોપિયન દેશોની દલીલ છે કે, જંગી નફા ઉપર પુરતા ટેક્સની ચુકવણીને ટાળવા માટે મહાકાય કંપનીઓ સતત પ્રયાસો કરતી રહે છે. આ સમજૂતિને લઇને સમગ્ર અમેરિકામાં ચર્ચા રહી છે.

Previous articleશ્રદ્ધા કપુરની ફિલ્મો મોટી સફળતા મેળવે છે
Next articleલેવાલી વચ્ચે સેંસેક્સ ૨૮૧ પોઇન્ટ સુધરીને આખરે બંધ