ડીકે શિવકુમાર વધુ પ દિવસ  જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેશે

349

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડીકે શિવકુમારની કસ્ટોડિયલ પુછપરછને પાંચ દિવસ માટે વધારવાની દિલ્હી કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી જેને માન્ય રાખવામાં આવી હતી. આની સાથે શિવકુમારની મુશ્કેલ પણ વધી ગઈ હતી. મની લોન્ડરિંગ કેસમાં ઝડપાયેલા ડીકે શિવકુમારની મુશ્કેલી હાલમાં અનેકગણી વધી ગઈ છે. ઇડી તરફથી રજૂઆત કરવામાં આવી છે કે, તેઓ તેમના જવાબમાં યોગ્ય માહિતી આપી રહ્યા નથી. સ્પેશિયલ જજ અજયકુમારે ઇડીની અરજી ઉપર ચુકાદો અનામત રાખ્યો હતો. સાથે સાથે ટૂંક સમયમાં જ આદેશ કરવાનો સંકેત આપ્યો હતો. ઇડી દ્વારા ત્રીજી સપ્ટેમ્બરના દિવસે શિવકુમારની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને આજે એજન્સી દ્વારા નવ દિવસની કસ્ટોડિયલ પુછપરછની અવધિ પૂર્ણ થયા બાદ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. અગાઉ તેમને ચોથી સપ્ટેમ્બરે ઇડીની કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

તપાસ સંસ્થાએ કોર્ટમાં કહ્યું હતું કે, શિવકુમાર યોગ્યરીતે જવાબ આપી રહ્યા નથી. પુછપરછ દરમિયાન જવાબો ટાળી રહ્યા છે. તેમના નામ ઉપર શ્રેણીબદ્ધ બેનામી સંપત્તિઓ રહેલી છે. શિવકુમાર સામે ચાલી રહેલી તપાસ મુજબ ૨૦૦ કરોડથી વધુની સંપત્તિ રહેલી છે. આ ઉપરાંત ૮૦૦ કરોડની બેનામી સંપત્તિ રહેલી છે. એડિશનલ સોલીસીટર જનરલ કેએમ નટરાજ દ્વારા ઇડી તરફથી રજૂઆત કરવામાં આવી હતી. ઇડીને હજુ પણ શ્રેણીબદ્ધ દસ્તાવેજોની જરૂર દેખાઈ રહી છે. એડિશનલ સોલીસીટર જનરલે જવાબમાં કહ્યું હતું કે, અન્ય આરોપીઓ દ્વારા કરવામાં આવેલા નિવેદન શિવકુમારના નિવેદન કરતા જુદા દેખાઈ રહ્યા છે. ત્રીજી સપ્ટેમ્બર બાદથી શિવકુમાર કસ્ટડીમાં છે. કસ્ટડીમાં ૧૦ દિવસ થઇ ગયા છે. બીજી બાજુ શિવકુમાર તરફથી વરિષ્ઠ વકીલ સિંઘવીએ રજૂઆત કરી હતી. તેઓએ કસ્ટોડિયલ પુછપરછ સામે વાંધો ઉઠાવ્યો હતો.

Previous articleત્રણ રાજ્યોમાં ચૂંટણી માટે કાર્યક્રમ ટૂંકમાં જાહેર થશે
Next articleચિદમ્બરમને મોટો ફટકો : હાલ તિહારની જેલમાં જ રહેવું પડશે