બરવાળા નગરપાલિકા દ્વારા નમામિ દેવી નર્મદે મહોત્સવની ઉજવણી કરાઈ

920

આ પ્રસંગે આગેવાનો, નગરજનો, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બરવાળાની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શહેરની મુખ્ય બજારમાં રેલી કાઢી સ્વચ્છતા જાળવવા અંગે સૂત્રોચ્ચાર કર્યા હતા  બરવાળા નગરપાલિકા દ્વારા નમામિ દેવી નર્મદે મહોત્સવની ઉજવણી ઉતાવળી નદીના કાંઠે કરવામાં આવી હતી જેમાં મહંતશ્રી જગદેવદાસજી બાપુ, ડી.જે.સોલંકી (મામલતદાર બરવાળા), જી.સી.પટેલ (ચીફ ઓફિસર બરવાળા ન.પા.), કમલેશભાઈ રાઠોડ,ભોલાભાઈ મોરી,નટુભાઈ વાઘેલા, હિંમતભાઈ મેર, દિલુભા ઝાલા, મામલતદાર કચેરી સ્ટાફ, બરવાળા ન.પા. કર્મચારીઓ, પોલીસ સ્ટેશન સ્ટાફ, ઝબુબા હાઈસ્કુલ તેમજ કે.બી.એમ ગર્લ્સ હાઇસ્કુલના વિદ્યાર્થીઓ સહીત ગ્રામજનો, ભારતીય જનતા પાર્ટીના હોદેદારો, મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિવિધ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

બરવાળા નગરપાલિકા દ્વારા તા.૧૭/૦૯/૨૦૧૯ ના રોજ સવારે ૯/૩૦ કલાકે કુંડળ દરવાજા બહાર ઉતાવળી નદીના કાંઠે નમામિ દેવી નર્મદે મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઝબુબા હાઈસ્કુલ તેમજ  કે.બી.એમ.ગર્લ્સ હાઈસ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા શહેરના મુખ્ય માર્ગો ઉપર રેલી કાઢી સ્વચ્છતા જાગૃતિ,વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો અંગે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમ ઉપસ્થિત આગેવાનોનું સ્વાગત કરી શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રાજુ કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત આગેવાનો તેમજ સંત દ્વારા ઉતાવળી નદીમાં જળની આરતી ઉતારી નીરનું પૂજન કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ ઉપસ્થિત અધિકારીગણ તેમજ પદાધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

બરવાળા નગરપાલિકા દ્વારા ગુજરાતની જીવાદોરી સમાન માં નર્મદા ઉપર બંધાયેલ સરદાર સરોવર ડેમ પ્રથમવાર ૧૩૮.૬૮ મીટરની ઉચાઇ સુધી ભરાઈ રહેલ છે તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિતે ઉતાવળી નદીના કાંઠે નમામિ દેવી નર્મદે મહોત્સવ,સ્વચ્છતા જાગૃતિ-વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો રેલી,વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા બરવાળા નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

Previous articleદામનગર નગરપાલિકા દ્વારા જળ પૂજા રેલી યોજાઈ
Next articleતક્ષશિલા ખાતે વૃક્ષારોપણ કરી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરી