પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં લીટરદીઠ ૨૫ પૈસાની વૃદ્ધિ

320

પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં બુધવારના દિવસે પ્રતિલીટર ૨૪-૨૫ પૈસાનો સૌથી જંગી વધારો કરવામાં આવ્યો હતો. પાંચમી જુલાઈના દિવસે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યા બાદથી તેની કિંમતોમાં સૌથી વધુ વધારો કરાયો છે. સાઉદી અરેબિયન ક્રૂડ ઓઇલના પ્લાન્ટ ઉપર ડ્રોન હુમલો કરવામાં આવ્યા બાદથી વૈશ્વિક તેલ માર્કેટમાં ભારે અંધાધૂંધી મચેલી છે. દિલ્હીના માર્કેટમાં આજે પેટ્રોલની કિંમતમાં ૨૫ પૈસાનો વધારો અને ડિઝલની કિંમતમાં ૨૪ પૈસાનો વધારો કરાયો હતો. પાંચમી જુલાઈના દિવસે બજેટ રજૂ કરવામાં આવ્યા બાદથી એક દિવસનો સૌથી મોટો ઉછાળો રહેવામાં આવ્યો છે. ફ્યુઅલ ઉપર એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યા બાદ હજુ સુધી લીટરદીઠ ૨.૫૦ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવી ચુક્યો છે. પેટ્રોલની કિંમતમાં લીટરદીઠ ૧૪ પૈસાનો વધારો અને ડિઝલમાં ૧૫ પૈસાનો વધારો આજે કરવામાં આવ્યો હતો. શનિવારના દિવસે સાઉદીના પ્લાન્ટમાં ડ્રોન હુમલા બાદથી આંતરરાષ્ટ્રીય તેલ કિંમતોમાં આશરે ૨૦ ટકા સુધીનો વધારો કરવામાં આવી ચુક્યો છે. આ હુમલાના લીધે સાઉદીમાં તેલ ઉત્પાદન રોકી દેવામાં આવ્યું છે. ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન ક્રૂડની કિંમત આજે ૨૦ વર્ષની ઉંચી સપાટી ઉપર પહોંચી ગઈ હતી. સાઉદી અરેબિયાએ ઉત્પાદનને પુનઃ સ્થાપિત કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. સાઉદીના ક્રાઉન પ્રિન્સ કહી ચુક્યા છે કે, ઉત્પાદનના બે તૃતિયાંશ ઉત્પાદનને ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે. ૧૦ દિવસની અંદર જ સાઉદીમાં રિકવરી સંપૂર્ણપણે થઇ જશે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે કહ્યું હતું કે, ભારત વિશ્વમાં તેલના ત્રીજા સૌથી મોટા વપરાશકાર દેશ તરીકે છે. ઉભરી રહેલી સ્થિતિ ઉપર ભારતની ચાંપતી નજર રહેલી છે. ભારત તેની તેલની જરૂરિયાત પૈકી ૮૩ ટકા જરૂરિયાતોને આયાતથી પૂર્ણ કરે છે.

Previous articleશેરબજારમાં રેંજ આધારિત કામકાજ : ૮૩ પોઇન્ટ અપ
Next articleBSNL, BHEL, HAL જેવી સરકારી કંપનીઓ રોકડની અછત સામે ઝઝૂમી રહી છે