લ્યો! હવે આવી ગયા હેલમેટ ગરબા, અમદાવાદી ખેલૈયાઓ હેલમેટ પહેરી રમશે ગરબા

413

નવરાત્રિમાં ટ્રાફિકના નિયમોનું થશે પૂરેપુરું પાલન, હેલમેટ પહેરીને થનગનાટ કરશે ખેલૈયાઓ, નવલી નવરાત્રિમાં ખૈલેયાઓ ઝુમશે રાતભર.

નવરાત્રિ આવતાંની સાથે ખૈલેયાઓ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બનવા માટે અનેક તૈયારીઓ કરતાં હોય છે. કોઈ કરે છે કોચ્યુઅમ પર ફોક્સ, તો કોઈક કરે છે મેકઅપની તૈયારીઓ, તો કોઈક બનાવે છે અનોખા ઓરનામેન્ટ્‌સ. ત્યારે આ વર્ષે નવલી નવરાત્રિને લઈને અમદાવાદીઓ અપનાવ્યા છે હેલમેટ ગરબા સ્ટેપ્સ. જેમાં હેલમેટ પહેરીને ખેલૈયાઓ કરશે દોઢિયાના સ્ટેપ્સ. આ માટે ખૈલેયાઓએ ૩ મહિનાથી પ્રેકટિસ પણ કરે છે. એટલું જ નહીં વરસાદની આગાહીને લઈને પણ ખૈલેયાઓ ડર્યા નથી. આ અંગે ખૈલેયા ખુશ્બુ દરજીનું જણાવ્યું કે, તેણે વરસાદની આગાહીને લઈને પણ તૈયારીઓ કરી છે. જે માટે તેમણે ઘુંટણ સુધીનાં ચણિયાચોળી લીધા છે. તો ૫૪ વર્ષના પ્રમોદભાઈ પંચાલ પણ આ વર્ષે હેલમેટ પહેરીને ગરબા રમવાના છે. તેમનું કહેવું છે કે છેલ્લાં ૫૪ વર્ષથી જે નહોતું થયું તે આ વર્ષે થયુ છે. ટ્રાફિકના નિયમોનો ચુસ્ત પાલન કરવા માટે તેઓ લોકોને જાગૃત્તિ આપશે. આ માટે તેઓ હેલમેટ પહેરીને ગરબા રમવાના છે. નવા લૂક માટે આ વર્ષે યુવતીઓએ પોતાના જૂના ચણિયાચોળીમાં વર્ક કરાવ્યું છે. જ્યાં જૂનાં ચણિચાચોળીમાં યુવતીઓએ જાતે જ ટીકીવર્ક અને અલગ અલગ પ્રકારના પેચ લગાવ્યા છે. તો યુવકો નવરાત્રિના ગેટઅપ માટે અપનાવ્યો છે રજવાડી લૂક. જેમાં અમદાવાદી અને કચ્છીના મિક્સ વર્કને યુવકો પસંદ કરી રહ્યા છે. આ અંગે પાર્થ પટેલે જણાવ્યું કે તેણે પોતાના ગેટઅપ માટે પાઘડીમાં એસેસરીઝ લગાવી છે. સાથે જ રજવાડી લૂક માટે કચ્છી વર્કની કોટી ધોતી પર પહેરેશે. એટલું જ નહીં તે સફેદ કલરમાં રજવાડી લૂક અપનાવીને લોકોનું ધ્યાન ખેંચશે. તો પરિતા પટેલે કહ્યું છે સિલ્વર ડાન્સ એકેડમીમાં તે છેલ્લાં ૬ મહિનાથી પ્રેકિટસ કરે છે. આ વર્ષે તેણે દયાભાભીજેઠાલાલ સ્ટાઈલના ગરબા પણ શીખ્યા છે. જેને કારણે પાર્ટી પ્લોટમાં તેમનાં ગ્રુપને ઈનામ મળી શકે. ખૈલેયાઓ અલગ અલગ સ્ટેપ્સ સાથે તૈયાર થઈ ચૂક્યા છે, અને હવે રાહ જોઈ રહ્યા છે ક્યારે નવરાત્રિ આવે અને તેઓ મનાવે ગુજરાતનો સૌથી મોટો લોકોત્સવ.

Previous articleસમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં અસુવિધાઓ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
Next articleસંરક્ષણ મંત્રી રાજનાન સિંહે તેજસ વિમાનથી ઉંડાણ ભરી