મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનાં શારિરીક શિક્ષણ વિભાગ દ્વારા ઈન્ટર કોલેજ સ્કવોશ રેકેટની સ્પર્ધામાં ભાવનગર યુનિવર્સિટીની સંલગ્ન અને સંચાલીત વિવિધ કોલેજોની બહેનોની ટીમોએ ભાગ લીધો હતો જેમાં નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરની ટીમે તેમની હરીફ ટિમોને પરાજીત કરીને સ્કવોશ રેકેટની ફાઈનલ સ્પર્ધામાં ચેમ્પીયન બની હતી. આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે ઈન્ટર યુનિવર્સિટીમાં ૪ વિદ્યાર્થીનીઓની પસંદગી કરવામાં આવી હતી.