જાફરાબાદના બંદરચોકમાં કોંગ્રેસની જાહેરસભામાં હજારો લોકો ઉમટ્યા

669
guj8122017-2.jpg

અંબરીશભાઈ ડેર તરફી ઐતિહાસિક માહોલ સર્જાતા ભાજપની ૧૦૦ ટકા નિશ્ચિત હાર દેખાઈ રહી છે. આજે સાંજના પડઘમ શાંત થવાના દિવસે જ જાફરાબાદ બંદર ચોકમાં ૪૦૦૦ જનમેદનીથી સમર્થન આપતા જાફરાબાદ તાલુકામાં ખળભળાટ મચ્યો છે.
આજે સાંજના પ વાગ્યા પછી ચૂંટણી આચારસંહિતા મુજબ છેલ્લા દિવસે સવારે ૧૦-૩૦ કલાકે જાફરાબાદના બંદર ચોકમાં પંજાબના ધારાસભ્ય અમરદિપસિંહ રાજાબરાર ઓલ ઈન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ, કોંગ્રેસ પ્રમુખ જાફરાબાદ ચંદુભાઈ પટેલ, બાબુભાઈ જાળોંધરા, અંબરીશભાઈના સારથી બાબુભાઈ રામ, કનુભાઈ ધાખડા, ખ્યાતનામ કલાકાર માયાભાઈ આહિર, ભરતભાઈ સાવલીયા, અબ્દુલભાઈ સેલોત, યુસુફ દરબાન કોળી જ્ઞાતિ આગેવાન પ્રવિણભાઈ બારૈયા, પરેશભાઈ ભુવા જિલ્લા યુથ કોંગ્રેસ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પંકજભાઈ કાનાબાર, જિલ્લા મંત્રી દિપકભાઈ સહિત અલગ અલગ જ્ઞાતિઓના આગેવાનોની હાજરીમાં છેલ્લા દિવસે અંબરીશભાઈ ડેરને સમર્થન આપવા ઉપડી પડેલ ૪૦૦૦ ઉપરાંત જનમેદની જેમ આજે તમારી સાથે છીએ તેમ આવતીકાલે મતદાન દિવસે તમારી સાથે જ રહીશું તેવા પબ્લીકમાંથી સુર રેલાતા હતા. અંબરીશભાઈ તુમ આગે બઢો હમ તુમારે સાથ હૈ જેવા સુત્રો જનમેદનીમાંથી સંભળાતા હતા તેમજ પંજાબથી આવેલ ધારાસભ્ય અમરદિપસિંહ રાજાબરારે તેની તીખી અને મીઠી વાણીમાં ભાજપને હાંકી કાઢો સરમુખત્યારશાહીને બાજુના દરિયામાં પધરાવો તેવી મતદારો સમક્ષ રજૂઆત કરી હતી અને નવસર્જન લાવવા આહવાન કર્યું હતું.

Previous articleઆજથી આઠ દિવસ સુધી આકાશમાં ઉલ્કા વર્ષાનો નજારો
Next articleઆંતર યુનિ.સ્કવોશ રેકેટમાં પસંદગી