બરવાળા એ.પી.એમ.સી.ની ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસની સયુંકત પેનલનો વિજય

530

બરવાળા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ખેડુત મતદારના ૮ ઉમેદવારોને ચૂંટવા માટે તા.૨૦-૦૯-૨૦૧૯ ના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં ૯ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી જેનું પરિણામ જાહેર થતા ભાજપ-કોંગ્રેસની સયુંકત પેનલનો વિજય થયો હતો જયારે ૧ અપક્ષ ઉમેદવારનો પરાજય થયો હતો

બોટાદ જિલ્લાના બરવાળા ખાતે આવેલ  ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખેડૂત મતદાર ઉમેદવારોને ચુંટવા માટે પ્રથમવાર જ ચુંટણી યોજવામાં આવી હતી જેમાં વેપારી મત વિભાગ માંથી (૧) ઝાલા ઇન્દ્રસિંહ હેમુભા (૨) બારડ નવલસસંગભાઈ પ્રતાપસંગભાઈ (૩) રાણપુરા દીપકકુમાર કાંતિલાલ (૪) સાલેવાલા ફિરોજભાઈ બાથાભાઈ તેમજ ખરીદ-વેચાણ સંઘ વિભાગમાંથી (૧) કનુભાઈ પોપટભાઈ માથુકિયા સહીત કુલ પાંચ ઉમેદવારો બિન હરીફ ચુંટાયા હતા જયારે ખેડૂત મતદાર વિભાગમાં ૮ ઉમેદવારો માટે ૯ ખેડૂત મતદારો વચ્ચે ચુંટણી યોજાણી હતી જેમાં ભાજપ-કોંગ્રેસના આગેવાનો દ્વારા ૮ ઉમેદવારોની સયુંકત પેનલ બનાવવામાં આવી હતી જયારે આ પેનલમાં કોળી સમાજના ઉમેદવારનો સમાવેશ કરવામાં ન આવતા કોળી સમાજના આગેવાન રામસંગભાઈ સોમાણી દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવી ઉમેદવારી પત્ર પરત ન ખેંચતા ચુંટણી યોજવી પડી હતી જેની મતગણતરી તા.૨૧/૦૯/૨૦૧૯ ના રોજ સવારે ૯/૦૦ કલાકે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે યોજવામાં આવી હતી જેમાં ભાજપ-કોંગ્રેસની સયુંકત પેનલના ૮ ઉમેદવારનો ભવ્ય વિજય થયો હતો જયારે અપક્ષ ઉમેદવાર સોમાણી રામસંગભાઈ મોહનભાઈને ૪૬ મત મળતા પરાજય થયો હતો.

બરવાળા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ભાજપ-કોંગ્રેસની સયુંકત પેનલનો ભવ્ય વિજય થતા ચેરમેન તેમજ વાઈસ ચેરમેનનો તાજ કોના શિરે જશે તે આગામી દિવસોમાં જોવું રહ્યું.

Previous articleકપાસના વાવેતરમાં થતી ગુલાબી ઈયળના ઉપદ્રવ અંગે જરૂરી પગલા લેવા ખેતી નિયામક  દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઇ
Next articleસુરક્ષાસેતુ સોસાયટી – ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા ‘રૂમઝૂમ નોરતા ૨૦૧૯’ નું ભવ્ય આયોજન