ઘનશ્યામનગર પ્રા.શાળામાં પર્યાવરણ અભ્યાસ અંતર્ગત શાકભાજી, ફળ,ફુલનું પ્રદર્શન યોજાયું

596

ઘનશ્યામનગર પ્રા શાળામાં પર્યાવરણ અભ્યાસ અંતર્ગત વિવિધ એકમ “વાડીમાં ” તથા અન્ય એકમ પ્રત્યક્ષ પ્રવૃત્તિ દ્વારા સમજાવવા દુર્લભ અને અલભ્ય એવાં ૮૪ પ્રકારના વિવિધ  શાકભાજી , ૩૪ પ્રકારના ફળો અને ૭૮ પ્રકારના વિવિધ ફૂલનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું.

જેમાં વિવિધ પ્રકારનાં શાકભાજી જેવા કે છોડ પર થતાં , વૃક્ષ પર થતાં , વેલા પર થતાં, જમીનની અંદર થતાં ( કંદમૂળ ) વિવિધ પ્રકારની ભાજી, મસાલા, તેમજ ક્યાં શાકભાજી કેટલા  સમય સુધી સારા રહે    ( ઉપયોગ કરી શકાય), તેમજ વનસ્પતિનો ક્યો ભાગ શાકભાજી તરીકે ઉપયોગી ,શાકભાજીના વિવિધ રંગ,  ગંધ, સ્વાદ, આકાર, કદ, ઉપયોગનો રીત વગેરે મુજબ વર્ગીકરણ કરાવી બાળકોને સમજાવેલ.  તેમજ વિવિધ પ્રકારના ફળો તેનાં સ્વાદ, રંગ, આકાર, કદ ,સરખામણી, કઇ ૠતુમાં મળે, વગેરે મુજબ વર્ગીકરણ અને સમજૂતી.

તેમજ વિવિધ પ્રકારના ફૂલો તેના પ્રકાર ,સદંડી-અદંડી, પુષ્પના ભાગો, તેના કાર્યો, વિવિધ આકાર જેવાં કે ઘંટાકાર,  વાટકી આકાર , કળશ આકાર,  ગોળાકાર, ઝૂમખા આકાર, ત્રિકોણાકાર,  બ્રશ જેવાં, તાંતણા જેવાં, અલગ અલગ   સુગંધવાળા, સુગંધ વગરનાં, છૂટા, ઝૂમખામાં ,પાંદડીઓ જોડાયેલી-અલગ, ઓછી પાંદડીઓ-વધારે પાંદડીઓ,  એક જ ફૂલમાં સિંગલ કલર, વધારે કલર તેમજ વૃક્ષ પર થતાં, છોડ પર થતાં, વેલા પર થતાં, પાણીમાંના છોડ પર થતાં તેમજ સવારે ખીલતાં, રાત્રે ખીલતાં, અમૂક નિશ્ચિત સમયે ખીલતાં,  અમૂક સમય માટે ખીલેલા રહેતાં, અમૂક દિવસો સુધી ખીલેલા રહેતાં તેમજ વિવિધ રીતે ઉપયોગી જેમ કે સુશોભન માટે, ઔષધ માટે,  ખોરાક માટે, પૂજા માટે, અન્ય ઉપયોગ માટે વગેરે મુજબ બાળકો પાસે વર્ગીકરણ કરાવી વિવિધ નોંધ કરી પ્રત્યક્ષ અનુભવ દ્વારા સમજૂતી આપેલ. તેમજ કળીમાંથી ફૂલના ખીલવાની ઘટનાનો વિડીયો પ્રોજેક્ટર પર બતાવી માહિતી આપવામાં આવી.

બધાં જ ફળ-ફૂલ-શાકભાજીનું કલેક્શન કરનાર શાળા ના શિક્ષકો વિનોદભાઇ મકવાણા , વિજયભાઇ , મનજીભાઈ, ભરતભાઈ તથા શાળા પરિવારે બાળકોને ગ્રુપ વાઇઝ પ્રવૃત્તિઓ કરાવી માર્ગદર્શન પૂરું પાડેલ. શાળાના આચાર્ય હર્ષાબેન પંડ્યા તથા એસ.એમ.સી. અધ્યક્ષ ભલાભાઈ મકવાણા હાજર રહી પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડેલ.

Previous articleરેઇન્બો ફાઉન્ડેશન-ભાવનગર દ્વારા નેત્રયજ્ઞ યોજાયો…
Next articleટ્રાફિક નિયમોનું જો પાલન કરવામા આવે તો રૂ.૫ લાખની સારવારનો ખર્ચ રૂ.૧,૦૦૦ના હેલ્મેટથી નિવારી શકાય છે