પંતને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સેટ થવા ટીમ મેનેજમેન્ટ સપોર્ટ કરશે : રવિ શાસ્ત્રી

439

ભારતનો વિકેટકીપર ઋષભ પંતે છેલ્લા કેટલાક સમયથી ટીકાનો સામનો કરી રહ્યો છે. તેના શોટ સિલેક્શન અને સતત સારો દેખાવ ન કરી શકવાની ક્ષમતા પર ચારેય બાજુથી ક્રિકેટ પંડિતો પ્રશ્ન કરી રહ્યા છે. તેવી પણ વાતો ચાલી રહી છે કે દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝમાં ૨૧ વર્ષીય પંતની જગ્યાએ રીધ્ધીમાન સાહને તક મળી શકે છે. જોકે ટીમના હેડ કોચે કહ્યું કે આ બધી વાતો ખોટી છે. ટીમ મેનેજમેન્ટ પંત જેવા વર્લ્ડ ક્લાસ ખેલાડી સાથે ધીરજ રાખશે અને તેને સપોર્ટ કરશે.

શાસ્ત્રીએ કહ્યું કે, પંત સામાન્ય ખેલાડી નથી. તે એક મેચ વિનર છે. આખા વર્લ્ડમાં તેના જેવા ખેલાડીઓ જૂજ છે, હું પંતની જેમ મેચ જીતાડવાની ક્ષમતા ધરાવતા હોય તેવા પાંચ ખેલાડીઓ પણ ગણી શકતો નથી. તેથી અમે તેને ટાઈમ આપીશું અને ઇન્ટરનેશનલ લેવલે સફળ થાય તે માટે મદદ પણ કરીશું.

તેણે વધુ ઉમેરતા કહ્યું કે, મીડિયા રિપોટ્‌ર્સ અને પંડિતો કઈ પણ કહી શકે છે, પરંતુ સત્ય એ છે કે પંત ઇન્ડિયન ટીમ સાથે સારા માઈન્ડસેટમાં છે. પંત એક સ્પેશિયલ ખેલાડી છે અને તે સમય સાથે શીખતો રહેશે અને સુધરતો રહેશે. ટીમ મેનેજમેન્ટ તેને સંપૂર્ણરીતે સપોર્ટ કરે છે.

Previous articleરૂપા મયપ્પને ક્રિકેટ સંઘની પહેલી મહિલા અધ્યક્ષ બની ઈતિહાસ રચ્યો
Next articleટીમમાં ઓપનિંગ કરવા મારે કરગરવું પડ્યું હતું : તેંદુલકર