સેંસેક્સ વેચવાલીની વચ્ચે ૧૬૭ પોઇન્ટ સુધી ઘટ્યો

334

એચડીએફસી જેવા બ્લુચીપ કાઉન્ટરો ઉપર વેચવાલી વચ્ચે આજે અફડાતફડીનો માહોલ રહ્યો હતો. બીએસઈ સેંસેક્સ ૧૬૭ પોઇન્ટ ઘટીને ૩૮૮૨૨ની નીચી સપાટીએ રહયો હતોજ્યારે નિફ્ટી ૫૯ પોઇન્ટ ઘટીને ૧૧૫૧૨ની નીચી સપાટીએ રહ્યો હતો. સાપ્તાહિક આધાર પર સેંસેક્સમાં ૨.૧૨ ટકા અને નિફ્ટીમાં ૨.૧૧ ટકાનો વધારો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૯૦ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૨૬૬ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧૦૯ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૩૫૩૨ રહી હતી. સેક્ટરલ મોરચા ઉપર મેટલના શેરમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ૨.૬૪ ટકાનો ઘટાડો રહ્યો હતો. રિયાલીટી અને ફાર્મા કાઉન્ટરો ઉપર પણ ઘટાડો રહ્યો હતો. યશ બેંકના શેરમાં છ વર્ષની નીચી સપાટી આજે જોવા મળી હતી. પિરામલ એન્ટરપ્રાઇઝના શેરમાં ૭ ટકાથી વધુનો ઘટાડો રહ્યો હતો. ગઇકાલે ગુરુવારના દિવસે કારોબારના અંતે સેેસેક્સ ૩૯૬ પોઇન્ટ ઉછળીને ૩૮૯૯૦ની સપાટી પર રહ્યો હતો. આવી જ રીતે એનએસઇમાં નિફ્ટી ઇન્ડેક્સ ૧૩૩ પોઇન્ટ ઉછળીને ૧૧૫૭૩ની ઉંચા સપાટી પર રહ્યો હતો. શેરબજારમાં  હાલમાં બે દિવસની અભૂતપૂર્વ તેજીના કારણે મૂડીરોકાણકારોની સંપત્તિમાં ૧.૫૦ લાખ કરોડ રૂપિયાનો વધારો થઇ ગયો હતો. ગુરુવારના દિવસે બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ૧૩૮૫૪૪૩૯.૪૧ કરોડ રહી હતી.  નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા કોર્પોરેટ ટેક્સ રેટમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ હાલમાં સેંસેક્સમાં બે દિવસના ગાળામાં ૩૦૦૦ હજાર પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો.બીએસઇ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ૧૦૩૫૨૧૩.૦૩ કરોડ રૂપિયા વધી જતાં બે કારોબારી સેશનમાં માર્કેટ મૂડી ૧૪૮૮૯૬૫૨.૪૪ કરોડ થઇ હતી.  ગુરુવારના દિવસે બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ૧૩૮૫૪૪૩૯.૪૧ કરોડ રહી હતી. ગયા શુક્રવારે નાણામંત્રી નિર્મલા સીતારામને કોર્પોરેટ ટેક્સ રેટને ૩૫ ટકાથી ઘટાડીને ૨૫ ટકા કરવાની જાહેરાત કરી હતી. કોમોડિટીમાં તેલકિંમતોમાં ૦.૯ ટકાનો ઘટાડો રહ્યો હતો. સાઉદીમાં ડ્રોન હુમલા કરવામાં આવ્યા બાદથી તેલ કિંમતોમાં ઉથલપાથલ જારી રહી છે.શેરબજારમાં ડોલર સામે રૂપિયામાં પણ ઉતારચઢાવની સ્થિતિ જોવા મળી રહી છે.

Previous articleયુવીએ બીસીસીઆઈ પર ગુસ્સો ઠાલવ્યો, ’મને કાઢવાના બહાના શોધતા હતા’
Next articleમારુતિ સૂઝુકીએ બલેનો કારના મોડલમાં ૧ લાખનો ઘટાડો કર્યો