ટોચની ૧૦ કંપની પૈકીની ૬ કંપનીની મૂડીમાં વધારો થયો

371

શેરબજારમાં ટોપની ૧૦ કંપનીઓ પૈકીની છ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૧.૨૬ લાખ કરોડ રૂપિયાનો ઉલ્લેખનીયરીતે વધારો થઇ ગયો છે. આ ગાળા દરમિયાન રિલાયન્સની માર્કેટ મુડીમાં સૌથી વધુ વધારો થયો છે. આની સાથે જ માર્કેટ મુડીની દ્રષ્ટિએ રિલાયન્સ પ્રથમ ક્રમાંક પહોંચી ગઈ છે. શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન ચાર કંપનીઓની માર્કેટ મુડીમાં ઘટાડો પણ થયો છે. જ્યારે એસબીઆઈ, ટીસીએસની માર્કેટ મુડીમાં ઘટાડો થયો છે. આ સપ્તાહ દરમિયાન રિલાયન્સની માર્કેટ મુડી ઉલ્લેખનીય રીતે વધીને હવે ૮૨૯૬૩૨.૭૫ કરોડ થઈ ગઈ છે.જ્યારે એચડીએફસીની માર્કેટ મુડી વધીને ૬૮૦૬૪૫.૦૯ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આ ઉપરાંત આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા, આઈટીસી, હિન્દુસ્તાન યુનિલિવરની માર્કેટ મુડીમાં પણ વધારો થયો છે. છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન એસબીઆઈની માર્કેટ મુડીમાં સૌથી વધારે ઘટાડો થયો છે. તેની માર્કેટ મુડી ૧૮૨૫૦.૦૮ કરોડ રૂપિયા ઘટીને ૨૫૧૦૦૪.૭૦ કરોડ થઈ ગઈ છે. ટીસીએસની માર્કેટ મુડી ઘટીને ૭૭૧૭૫૨.૯૬ કરોડ થઈ છે. માર્કેટ મુડીની દ્રષ્ટિએ કંપનીઓની વાત કરવામાં આવે તો રિલાયન્સ હવે પ્રથમ સ્થાન ઉપર છે. છેલ્લા કેટલાક સપ્તાહથી ઘટાડો થવાના પરિણામ સ્વરૂપે ટીસીએસની માર્કેટ મુડી બીજા સ્થાને થઈ છે. છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન શેરબજારના ૩૦ શેર પૈકી સેંસેક્સમાં ૮૦૮ પોઈન્ટનો સુધારો થયો હતો. હવે આવતીકાલથી શરૂ થતા નવા કારોબારી સત્રમાં માર્કેડ મુડી વધારવા માટે કંપનીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા રહી શકે છે.

 

Previous articleશેરબજારમાં જુદા જુદા પરિબળ વચ્ચે તેજી રહેવાના સાફ સંકેતો
Next articleઅમદાવાદમાં સ્ટ્રીલ લાઇટની ફરીયાદ માટે એએમસીએ ટોલ ફ્રી નંબર જાહેર કર્યો