તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં વિલંબ થશે તો પ્રવાસીને વળતર મળશે

353

આઈઆરસીટીસીની દિલ્હી-લખનૌ તેજસ એક્સપ્રેસના યાત્રીઓને ટ્રેનમાં વિલંબ થવાની સ્થિતિમાં વળતરની રકમ આપવામાં આવશે. રેલવે દ્વારા આજે આ મુજબની માહિતી આપવામાં આવી હતી. રેલવેની સહાયક કંપનીએ આજે આ મુજબની માહિતી આપી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે, એક કલાકથી વધુ સમયનો વિલંબ થવાની સ્થિતિમાં ૧૦૦ રૂપિયાની રકમ ચુકવવામાં આવશે જ્યારે બે કલાકથી વધુ વિલંબ થશે તો ૨૫૦ રૂપિયાનું વળતર આપવામાં આવશે. આ ટ્રેન ચોથી ઓક્ટોબરથી શરૂ કરવામાં આવનાર છે. આ ઉપરાંત આઈઆરસીટીસીની પ્રથમ ટ્રેનના યાત્રીઓને ૨૫ લાખ રૂપિયા સુધીના ફ્રીમાં વિમાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. યાત્રા દરમિયાન લુટફાટ અથવા તો સામાન ચોરી થવાની સ્થિતિમાં એક લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. આઈઆરસીટીસી તેજસની યાત્રાને યાદગાર બનાવવાના તમામ પ્રયાસો ચાલી રહ્યા છે. વ્યવસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ચોથી ઓક્ટોબરના દિવસે તેજસમાં પ્રથમ વખત મુસાફરી કરનાર તમામ યાત્રીઓને નાસ્તાની સાથે સાથે લંચ પણ આપવામાં આવનાર છે જ્યારે આઈઆરસીટીસી ભાડામાં માત્ર નાસ્તાનો ચાર્જ લેવામાં આવી રહ્યો છે. ઉપરાંત આ ટ્રીપને યાદગાર બનાવવા માટે ભેંટ સોગાદો પણ આપવામાં આવનાર છે. તેજસની યાત્રા વધુ સરળ બને તે માટે ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે. નિષ્ણાતોને કોર્પોરેટના અધિકારીઓ અને કર્મચારીઓને મહેમાનોની જેમ વર્તન કરવા કહેવામાં આવ્યું છે. વિમાની યાત્રીઓની જેમ જ સ્વાગત કરવામાં આવનાર છે. વિમાનની જેમ જ ટ્રેનમાં ઘુસતાની સાથે યાત્રીઓનું સ્વાગત કરવામાં આવશે. બુકિંગ કરવા માટે બે કાઉન્ટર ખોલવામાં આવ્યા છે.

Previous articleડિવિલિયર્સ પહેલી વાર બિગ બેશ ટી-૨૦ લીગમાં રમશે, બ્રિસ્બેન હીટ સાથે કરાર
Next articleપ્રતિબંધ બાદ વડોદરા કોર્પો.એ ૩૦ ટન પ્લાસ્ટિક જપ્ત કર્યું