ઈકિવટી શેરનો આઈપીઓ ૧પ માર્ચ ખુલશે અને ૧૯ માર્ચે બંધ થશે

870
guj1332018-1.jpg

બંધન બેંક લિમિટેડએ ૧૧૯,૨૮૦,૪૯૪ ઇક્વિટી શેરનો આઇપીઓ ૧૫ માર્ચ, ૨૦૧૮નાં રોજ લાવવી દરખાસ્ત રજૂ કરી છે, જેમાં ૯૭,૬૬૩,૯૧૦ ફ્રેશ ઇક્વિટી શેર તથા આઇપીએસીનાં ૧૪,૦૫૦,૭૮૦ ઇક્વિટી શેર અને આઇએફસી ફિગનાં ૭,૫૬૫,૮૦૪ ઇક્વિટી શેર (સંયુક્તપણે “વિક્રેતા શેરધારકો” અને શેરધારકોએ ઓફર કરેલા આ પ્રકારનાં ઇક્વિટી શેર “ઓફર્ડ શેર”)ની વેચાણની ઓફર  સામેલ છે. 
બિડ/ઇશ્યૂ ૧૯ માર્ચ, ૨૦૧૮ને સોમવારે બંધ થશે. ઓફરની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. ૩૭૦થી રૂ. ૩૭૫ નક્કી થઈ છે. બિડ્‌સ લઘુતમ ૪૦ ઇક્વિટી શેરનાં લોટમાં અને પછી ૪૦ ઇક્વિટી શેરનાં ગુણાકમાં થઈ શકશે. 
ઇક્વિટી શેરની ઓફર ૭ માર્ચ, ૨૦૧૮નાં રોજ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્‌સ  મારફતે થઈ છે. ઇક્વિટી શેર બીએસઇ અને એનએસઇ પર લિસ્ટિંગ થવાની દરખાસ્ત છે.  ઓફરનાં બુક રનિંગ લીડ મેનેજર્સ (કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, ગોલ્ડમેન સાક્સ (ઇન્ડિયા) સીક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ, જેએમ ફાઇનાન્સિયલ લિમિટેડ અને જે પી મોર્ગન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે. ઇશ્યૂનાં રજિસ્ટ્રાર કાર્વી કમ્પ્યુટરશેર પ્રાઇવેટ લિમિટેડ છે.
સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટક્સ રુલ્સ, ૧૯૫૭ના નિયમ ૧૯(૨)(બી), જેમાં સમયેસમયે સુધારા મુજબ,  મુજબ ઓર કરવામાં આવી છે, જેમા અમારી કંપનીની પોસ્ટ-ઓફર ઇક્વિટી શેર કેપિટલનો ઓછામાં ઓછો ૧૦ ટકા હિસ્સો પબ્લિકને ઓફર થશે. ઇશ્યૂ સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા નિયમન, ૨૦૦૯, જેમાં સમયેસમયે થયેલા સુધારા મુજબ નાં નિયમન ૨૬(૧)ને અનુરૂપ બુક બિલ્ડિંગ પ્રોસેસ મારફતે થઈ છે, જેમાં ઓફરનો મહત્તમ ૫૦ ટકા હિસ્સો સપ્રમાણ આધારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“ક્યુઆઇબી પોર્શન”)ને ઓફર કરવામાં આવશે. ક્યુઆઇબીનો ૫ ટકા હિસ્સો સપ્રમાણ આધારે મ્યુચ્યુઅલ ફંડ્‌સને ફાળવવામાં આવશે. ક્યુઆઇબીનો બાકીનો હિસ્સો સપ્રમાણ આધારે મ્યુચ્યુઅલ ફંડ સહિત તમામ ક્યુઆઇબીને ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશ, જે ઓફર પ્રાઇઝ પર કે તેનાથી વધારે કિમત પર પ્રાપ્ત માન્ય બિડ્‌સને આધિન છે. જોકે મ્યુચ્યુઅલ ફંડની કુલ માગ ક્યુઆઇબી પોર્શનનાં ૫ ટકાથી ઓછી હશે, તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનની ફાળવણી માટેનાં સપ્રમાણ આધારે ક્યુઆઇબીનાં બાકીનાં હિસ્સામાં ઉમેરીને બાકીનાં ઇક્વિટી શેરમાં ઉમેરવામાં આવશે. ઉપરાંત સેબી આઇસીડીઆરના નિયમનો મુજબ, ચોખ્ખી ઓફરનો લઘુતમ ૧૫ ટકા હિસ્સો સપ્રમાણ આધારે બિન-સંસ્થાકીય બિડર્સને ફાળવવા માટે ઉપલબ્ધ કરવામાં આવશે અને ચોખ્ખી ઓફરનો લઘુતમ ૩૫ ટકા હિસ્સો સપ્રમાણ આધારે રિટેલ વ્યક્તિગત રોકાણકારોને ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ઓફર પ્રાઇસ પર કે તેનાથી વધારે કિંમત પર બિડ મળવાને આધિન છે. તમામ રોકાણકારોને આ ઓફરમાં સહભાગી થવા ફરજિયાત એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક એમાઉન્ટ (“એએસબીએ”)નો ઉપયોગ કરીને તેમના સંબંધિત બેંક ખાતાઓની વિગત આપવી પડશે, જે એસસીએસબી દ્વારા બ્લોક કરવામાં આવશે. 

Previous articleહિમાલયાનાં નવા ફેશિયલ વાઈપ્સ સાથે રહો ફ્રેશ હંમેશા
Next articleજાફરાબાદ વેપારી એસો.નું સંમેલન યોજાયું