સુરત વાટલિયા પ્રજાપતિ દ્વારા મેરેજ સર્ટિફિકેટ, વિદ્યાર્થીઓને લોન સહાયનો કાર્યક્રમ યોજાયો

488

સમસ્ત વાટલીયા પ્રજાપતિ (વાળાંક)યોજિત અને સુરત વિભાગ આયોજિત ૬૨ માં સમૂહ લગ્ન સમારોહમાં લગ્ન ગ્રંથિથી જોડાયેલા ૯૫ દંપતિઓ ને મેરેજ સર્ટિફિકેટ અને વિદ્યાર્થીઓ ને લોન સહાય ના ચેક વિતરણ નો કાર્યક્રમ તા,૧૨/૧૦/૧૯ માં રોજ રાત્રે ૯-૦૦ કલાકે  સમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિની વાડી ગાયત્રી સો-વી.૩ ખાતે યોજાયો હતો.જેમાં સુખી લગ્ન જીવન વિશે  સમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ (વાળાંક)ના પ્રમુખ નંદલાલભાઈ પાંડવ,સુરત વિભાગ ના પ્રમુખ કનૈયાલાલ ઉનાગર,મંત્રી કાંતિભાઈ ઘાસકટા,સહ મંત્રી લાભુભાઈ વરિયા,સહ ખજાનચી હેમંતભાઈ ઘોઘારી અને દક્ષાબેન મનોજભાઈ ઉનાગર એ વક્તવ્ય આપ્યા હતા. સુરત વિભાગીય પ્રમુખ કનૈયાલાલ ઉનાગરે જણાવ્યું હતું કે સમાજ સમૂહ લગ્નો કરાવે છે તો સમાજની જવાદરી પણ બને છે લગ્ન જીવનમાં કૈક તકલીપો ઉભી થાય કોઈક પ્રશ્નો સર્જાય તો સમાજને જાણ કરશો સિધુ પોલીસ સ્ટેશન નું શરણું લેતા નહીં. વડી જ્ઞાતિના પ્રમુખ નંદલાલભાઈ પાંડવે કીધું હતું કે સમૂહ લગ્નના એક વર્ષની અંદર લગભગ સાત જેટલા ના તો છુટા છેડા થયા છે તો આ બાબત ખુબજ દુઃખ નજક છે. સમાજ કરિયાવર ઓછો આપતો હશે પરંતુ શિખામણ સાચી આપશે. કરિયાવર ના લોબે કોઈ પણ વ્યક્તિ એ બીજી જગ્યાએ સમૂહ લગ્નોમાં જોડાવું જોઈએ નહીં.કાર્યક્રમ ગત સમૂહલગ્ન માં પરિણીત દંપતીઓ તેમજ તેમના માતા પિતા હાજર રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમ નું સંચાલન લાભુભાઈ વરિયાએ કર્યું હતું અને કાર્યક્રમ ના અંતે અલ્પાહાર નું આયોજન કરવામાં આવ્યું હતું જેના દાતા જયેશભાઇ ધંધુકિયા, ભાવનભાઈ ઉનાગર,હિંમતભાઈ કાક્લોતાર રહ્યા હતા.

Previous articleગોહિલવાડ રાજપુત મહિલા સમાજના બહેનોએ રાજયમંત્રીની શુભેચ્છા મુલાકાતે
Next articleગીર સોમનાથના મુસ્લિમ સમાજના પ્રમુખ હાજી ફારૂકભાઈ મૌલાના દ્વારા સ્વર્ણ શિખર મહોત્સવમાં આહીરાતનું સ્વાગત