ઈપીએફઓ કર્મચારીઓને મોદી સરકારે આપી દિવાળી ભેટ, ૬૦ દિવસનું બોનસ મળશે

350

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના કર્મચારીઓને સરકારે દિવાળી પહેલાં મોટી ગિફ્ટ આપી છે. વિત્ત વર્ષ ૨૦૧૮-૧૯ માટે ઈપીએફઓના બી અને સી ક્લાસના કર્મચારીઓને ૬૦ દિવસનું દિવાળી બોનસ આપવામાં આવશે. શ્રમ મંત્રાલયે આ અંગે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. આ નોટિફિકેશન પ્રમાણે ગ્રૃપ બી અને સીના તમામ કર્મચારીઓને પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ સ્કીમ હેઠળ ૬૦ દિવસનું બોનસ આપવામાં આવશે. ઝોનલ કાર્યાલયો દ્વારા મળેલી જાણકારીના આધારે ૬૦ દિવસનું બોનસ આપવાનો નિર્ણય લેવાયો છે. પ્રત્યેક કર્મચારીને સરેરાશ ૭૦૦૦ રૂપિયાનું બોનસ મળશે. તેની પ્રક્રિયા એક ફોર્મ્યુલા હેઠળ થાય છે. સ્ટેટ એમ્પલોઈ જોઈન્ટ કાઉન્સિલના સંયોજક વર્માએ કહ્યું કે, ઈપીએફઓ બોનસની ગણતરી અન્ય સરકારી કર્મચારીઓની જેમ જ કરે છે, પણ અહીં દિવસોની સંખ્યા અલગ હોય છે. પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસની ૨૫ ટકા રાશિ સીધા કર્મચારીઓના સેલરી એકાઉન્ટમાં જશે. જ્યારે બાકીની ૭૫ ટકા રાશિ તેમના પીએફ એકાઉન્ટમાં જમા થશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં સરકારે તમામ કર્મચારીઓને રાહત આપતાં વિત્ત વર્ષ ૨૦૧૮-૧૯ માટે પીએફ પર ૦.૧૦ ટકા વ્યાજ વધારી દીધું છે. જેનો મતલબ એ થયો કે, સરકાર ગત વર્ષના પીએફ પર ૮.૬૫ ટકા વ્યાજ વધારે આપવાની છે. પહેલાં આ વ્યાજ ૮.૫૫ ટકા હતું. હવે નવા દર પ્રમાણે દિવાળી પહેલાં લગભગ ૬ કરોડ કર્મચારીઓને તેનો ફાયદો મળશે.

Previous articleશેરબજારમાં તેજીની વચ્ચે સેંસેક્સ ૪૫૩ પોઇન્ટના ઉછાળા સાથે બંધ
Next articleINX પ્રકરણમાં ચિદમ્બરમ ૨૪મી સુધી ઇડીની કસ્ટડીમાં