વિધાનસભાના દ્વારેથી

733
new vidhansabha.jpg

ભાવનગર જિલ્લામાં ૧.૪૦ લાખ કુટુંબોને ખાંડ, આયોડિન મીઠાનું વિતરણ
ભાવનગર જિલ્લામાં ખાંડ અને આયોડિન યુકત મીઠાનું વિતરણ અંગેનો પ્રશ્ન મહુવાના રાઘવજી મકવાણાએ વિધાનસભામાં ઉપસ્થિત કર્યો હતો કે ૩૧ ડિસેમ્બર, ર૦૧૭ ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં કેટલી ખાંડ અને આયોડિન યુકત મીઠાનું વિતરણ કરવામાં આવ્યું? આ વિતરણ કેટલા કુટુંબોને કરવામાં આવ્યું ? 
જવાબમાં નાગરિક પુરવઠા મંત્રીએ જણાવ્યું હતું કે ઉકત સ્થિતિએ ભાવનગર જિલ્લામાં ખાંડનું ૩રપ૪.૬૪ મેટ્રીક ટન તથા આયોડિન યુકત મીઠાનું ૧૬ર૯.પ૬ મેટ્રીક ટન વિતરણ કરવામાં આવ્યું અને આ વિતરણ જિલ્લાના ૧,૩૯,૦૧પ કુટુંબોને કરવામાં આવ્યું હતું. 
ભાવનગર આરટીઓ એ ૧૧પ ઓવરલોડ વાહનો પાસેથી ૭.૩૬ લાખ દંડ વસુલ્યો 
વિધાનસભામાં ગારીયાધારના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણીએ પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે વર્ષ ર૦૧૬-૧૭ માં કેટલા ઓવરલોડ વાહનો સામે કેસ કરવામાં આવ્યા અને તેનો કેટલો દંડ વસુલ કરવામાં આવેલ ? 
જવાબમાં વાહન વ્યવહાર મંત્રીએ જણાવ્યું હતું કે ઉકત સ્થિતિએ કુલ ૧૧પ ઓવરલોડ વાહનો સામે કેસ કરવામાં આવ્યા અને તેનો રૂ. ૭.૩૬ લાખ દંડ વસુલ કરવામાં આવ્યો. 
ફિંગરપ્રિન્ટ સર્વર ડાઉનથી ગરીબોને અનાજ મળતું નથી : સંઘર્ષ થાય છે 
વિધાનસભામાં અનાજ વિતરણ માટે ફિંગર પ્રિન્ટને કારણે ગરીબોને અનાજ મેળવવામાં વાધો ઉભો થાય છે. અડચણો આવે છે અને દુકાનદારો સાથે સંઘર્ષ થવાના બનાવો બનતા હોવાની લોકો વતી જુદા જુદા ધારાસભ્યોએ રજુઆત કરી હતી કેટલાક ધારાસભ્યોએ અનાજના થેલા ફાટેલા હોવાથી ઘટ મોટી આવતી હોવાની અને ગોડાઉન દુકાનદારોની સિન્ડીકેટ બારોબાર અનાજ વેચી દેતા હોવાથી પણ ફરિયાદ કરી હતી. 
મંત્રીએ તમામ મુશ્કેલીઓ દૂર કરવાની ખાત્રી આપી હતી અને એવી કોઈ ગેરરીતિ સામે આવે તો જાણ કરવાની અપીલ પણ કરી હતી અને માળખુ હજી વધુ સારુ બનાવાશે એવું જણાવ્યું હતું. 

Previous articleફેડરેશન કપ સાયકલ પોલો ચેમ્પિયનશીપનો પ્રારંભ
Next articleરાજયમાં પીવાના પાણીની તકલીફ નહીં પડે, સરકારે આપેલી ખાતરી