ધોની પર બોલ્યા અધ્યક્ષ સૌરવ ગાંગુલીઃ ’ચેમ્પિયન એટલા જલ્દી ખતમ થતા નથી’

1491

પૂર્વ ભારતીય કપ્તાન સૌરવ ગાંગુલીની મુંબઈમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના નવા અધ્યક્ષ તરીકે વરણી થઇ છે. તે બીસીસીઆઈના ૩૯મા અધ્યક્ષ બન્યા છે. અધ્યક્ષ પદ સંભાળ્યા પછી સૌરવ ગાંગુલીએ પહેલી પ્રેસ કોન્ફ્રન્સ કરી હતી. તેમણે મહેન્દ્રસિંહ ધોની પર વાત કરતા કહ્યું કે, ચેમ્પિયન એટલા જલ્દી ખતમ થતા નથી, જ્યાર સુધી હું અહિયાં છું દરેકનું સમ્માન થશે. વિરાટ કોહલી વિશે કરતાં પૂર્વ કપ્તાને કહ્યું કે, હું તેની સાથે મુલાકાત કરીશ. તે જે પણ ઈચ્છતો હશે મને કહેશે અને હું દરેક સંભવ રીતે તેને સમર્થન આપીશ.

ગાંગુલીએ કહ્યું કે, કોહલી ભારતીય ક્રિકેટનો મહત્ત્વપૂર્ણ વ્યક્તિ છે. અમે તેને પૂરી રીતે સાંભળીશું. હવેથી બધા એકબીજાનું સમ્માન કરશે અને વિચારો શેર કરશે. બીસીસીઆઈને ભ્રષ્ટાચાર મુક્ત સંસ્થા બનાવવામાં આવશે. હું બોર્ડને તે રીતે જ ચલાવીશ જે રીતે ટીમ ઇન્ડિયાને લીડ કરતો હતો.

ગાંગુલીએ પ્રેસ કોન્ફ્રન્સમાં પોતાના બ્લેઝર વાત કરતા કહ્યું કે, હું જયારે ભારતનો કેપ્ટન બન્યો ત્યારે મને આ બ્લેઝર મળ્યું હતું, તેથી મેં આજે આને પહેર્યું છે. મને ખબર ન હતી કે તે મને આટલું લૂઝ થશે.

Previous articleમુંબઈના ઓલરાઉન્ડર અભિષેક નાયરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
Next articleભારત-બાંગ્લાદેશની મેચ જોવા બીસીસીઆઈ મોદી અને શેખ હસીનાને આમંત્રણ આપશે