પ્રથમ ટ્‌વેન્ટીમાં શ્રીલંકા પર ઓસ્ટ્રેલિયાનો ભવ્ય વિજય

652

એડિલેડ ઓવલ ખાતે આજે રમાયેલી ટ્‌વેન્ટી શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકા ઉપર ૧૩૪ રને મોટી જીત મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ ૨૦ ઓવરમાં બે વિકેટે ૨૩૩ રનનો જંગી જુમલો ખડક્યો હતો જેમાં ફિન્ચે ૩૬ બોલમાં આઠ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે ૬૪ રન ફટકાર્યા હતા જ્યારે વોર્નરે ૫૬ બોલમાં ૧૦ ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે ૧૦૦ રન બનાવ્યા હતા. ડેવિડ વોર્નર ૧૦૦ રન કરીને અણનમ રહ્યો હતો જ્યારે મેક્સવેલે ૨૮ બોલમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ઝંઝાવતી ૬૨ રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયાએ ૧૨ રનની સરેરાશ સાથે ૨૦ ઓવરમાં બે વિકેટે ૨૩૩ રન કર્યા હતા જેના જવાબમાં શ્રીલંકાની ટીમ માત્ર ૯૯ રન બનાવી શકી હતી. શ્રીલંકા તરફથી તમામ બેટ્‌સમેનો ફ્લોપ રહ્યા હતા. બીજી બાજુ શ્રીલંકાના બોલરો પણ નિષ્ફળ રહ્યા હતા. રંજીતાએ ચાર ઓવરમાં ૭૫ રન આપ્યા હતા જે ટ્‌વેન્ટી ક્રિકેટમાં સૌથી વધારે ખર્ચાળ બોલર તરીકે રહ્યો છે. પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા તરફથી તમામ ક્ષેત્રમાં ધરખમ દેખાવ કરવામાં આવ્યો હતો. ડેવિડ વોર્નરની મેન ઓફ દ મેચ તરીકે પસંદગી કરવામાં આવી હતી. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યા બાદ ઓસ્ટ્રેલિયા તરફથી ધરખમ દેખાવ કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી ફિન્ચ અને વોર્નરે પ્રથમ વિકેટની ભાગીદારીમાં ૧૧ ઓવરમાં ૧૨૨ રન બનાવી લીધા હતા. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ બીજા ૯ ઓવરમાં સ્કોરને ૨૩૩ રન પહોંચાડી દીધો હતો. મેક્સવેલે છેલ્લીઘડીએ જોરદાર બેટિંગ કરી હતી.

શ્રીલંકાના બોલરો ફિન્ચ, વોર્નર અને મેક્સવેલને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહ્યા હતા જ્યારે શ્રીલંકાના બેટ્‌સમેનોનો ફ્લોપ શો રહ્યો હતો. શ્રીલંકા તરફથી કોઇ બેટ્‌સમેનો ૨૦ના સ્કોર સુધી પણ પહોંચી શક્યા ન હતા. ઝંપાએ ૧૪ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. સ્ટાર્ક અને કમિન્સે બે-બે વિકેટો લીધી હતી. માલિંગાના નેતૃત્વમાં શ્રીલંકાની ટીમ બિલકુલ નબળી દેખાઈ રહી છે. આની સાબિતી આજે પ્રથમ મેચમાં પણ મળી ગઈ હતી.

બીજી બાજુ સ્ટિવ સ્મિથ અને  વોર્નરની ટેસ્ટ અને વનડે બાદ ટ્‌વેન્ટી ક્રિકેટમાં વાપસી થયા બાદ પ્રથમ મેચમાં વોર્નરે ધરખમ સદી ફટકારીને ક્રિકેટ ચાહકોને રોમાંચિત કરી દીધા હતા. વોર્નર ૧૦ ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે અણનમ સદી ફટકારીને ચાહકોમાં છવાયેલો રહ્યો હતો. સાથે સાથે સ્મિથને બેટિંગ કરવાની તક મળી ન હતી.

 

Previous articleકંગનાએ વિદેશમાં ઉજવી દિવાળી
Next articleબોલર કસુન રંજીતાએ ચાર ઓવરમાં જ ૭૫ રન આપ્યા