કંગનાએ વિદેશમાં ઉજવી દિવાળી

719

દિવાળીનો પ્રસંગ છે, દરેક કોઈ સેલિબ્રેશનના મૂડમાં છે અને આવામાં બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌત પણ દિવાળીના રંગમાં રંગાઈ ગઈ છે. કંગના હાલ પોતાની આગામી ફિલ્મ ‘થલાઈવી’ની તૈયારી માટે લોસ એન્જેલસમાં છે. આ ફિલ્મ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જે.જયલલિતા પર આધારિત છે. કામની વચ્ચે સમય કાઢીને કંગના ફિલ્મની ટીમ સાથે દિવાળી સેલિબ્રેશનમાં સામેલ થઈ હતી.

કંગનાએ શુક્રવારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર અને વીડિયો શેર કર્યો છે. તસવીરમાં કંગના પોતાની બહેન રંગોલી અને ‘થલાઈવી’ની ટીમ સાથે ડિનર કરતી નજરે આવી રહી છે. જ્યાં તેમના ટેબલ પર અનારકલી મીણબત્તી સળગાવવામાં આવી હતી. આ સાથે જ તેણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘કંગના માટે દિવાળી જલ્દી જ આવી ગઈ, કારણ કે તે લોસ એન્જેલસમાં થલાઈવીની તૈયારીઓ કરી રહી છે.

તમિલમાં ‘થલાઈવી’ અને હિન્દીમાં ‘જયા’ નામની બની રહેલા આ ફિલ્મને સાઉથના જાણીતા દિગદર્શક એક.એ.એલ વિજય નિર્દેશિત કરી રહ્યાં છે. બાહુલબી અને મણિકર્ણિકા ફેમ લેખક કે.વી.વિજયેન્દ્ર પ્રસાદ દ્વારા લિખિત આ ફિલ્મને બિબ્રી એન્ડ કર્મા મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટના બેનર અંતર્ગત વિષ્ણુ વર્ધન ઈન્દુરી અને શૈલેષ આર. સિંહ કરી રહ્યાં છે.

Previous articleમલાઈકા અરોડા માત્ર સોન્ગ અને કેમિયો સુધી  મર્યાદિત હશે
Next articleપ્રથમ ટ્‌વેન્ટીમાં શ્રીલંકા પર ઓસ્ટ્રેલિયાનો ભવ્ય વિજય