દિવાળી પર્વની દેશભરમાં ભવ્ય ઉજવણી

1498

દેશભરમાં આજે દિવાળી પર્વની પરંપરાગતરીતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજે દિવાળીના પર્વની સવારે શરૂઆત થતાની સાથે જ મોટી સંખ્યામાં લોકો ઉત્સાહિત દેખાયા હતા. મંદિરોમાં ખાસ પુજા કરવામાં આવી હતી. બીજી બાજુ બાળકો સવાર પડતાની સાથે જ ફટાકડા ફોટીને ઉજવણી કરવામાં વ્યસ્ત બની ગયા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દિવાળી-૨૦૧૯ પર્વ પર શુભેચ્છા અને શુભકામના પાઠવી હતી. રાષ્ટ્રપતિએ ટ્‌વીટર મારફતે શુભકામના આપી છે. અન્યો પ્રત્યે સવેદનશીલ બનવા પણ લોકોને અપીલ કરી હતી. પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બનવા માટે પણ કહેવામાં આવ્યુ હતું. સોશિયલ મિડિયા પર સૌથી વધારે સક્રિય રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તમામ દેશવાસીઓને શુભકામના આપી હતી. મેસેજ રિડિગ સાથે એક ફોટો પણ મોદીએ મુક્યો હતોે. દિવાળી પર્વની ભારતની સાથે સાથે મલેશિયા, મોરિશિયસ અને પાકિસ્તાનમા ંપણ ઉજવણી કરવામાં આવી હતી.

દિવાળી પર્વની ઉજવણી ફટાકડાઓ ફોડી, મિઠાઈઓ વહેંચી અને રંગબેરંગી લાઇટિંગ સાથે કરવામાં આવી હતી. ઉજાસના પર્વ તરીકે આને ગણવામાં આવતા આ પર્વને લઇને લોકો અને ખાસ કરીને બાળકો વધારે ઉત્સાહિત દેખાયા હતા. દિવાળી પર્વની ઉજવણી પાછળ પ્રચીન ઇતિહાસ પણ જોડાયેલો છે. દિવાળી પર્વને લઇને દેશભરના લોકો પહેલાથી જ ઉત્સાહિત રહે છે. દિવાળી પર્વની શરૂઆત ધનતેરસના દિવસથી થયા બાદ લાભ પાંચમ સુધી કરવામાં આવે છે. મોટાભાગના વિભાગોમાં આ ગાળા દરમિયાન રજા પણ જાહેર કરી દેવામાં આવે છે જેથી પરિવાર સાથે આ પર્વની ઉજવણી કરવાની પરંપરા રહી છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે સ્થિતિ ખુબ જ સુધરી છે. લોકોની ખરીદી શક્તિ વધી છે. આર્થિક સ્થિતિ દેશની સારી બની છે જેના પરિણામ સ્વરુપે તીવ્ર મોંઘવારી છતાં ફટાકડાઓ, મિઠાઇઓ અને અન્ય ચીજવસ્તુઓની ખરીદીમાં ઉલ્લેખનીય વધારો થયો હતો. દિવાળી પર્વ મુખ્યરીતે બાળકો અને યુવા પેઢી વધુ શાનદારરીતે ઉજવે છે. કોર્પોરેટ જગતમાં દિવાળી પર્વ પ્રસંગે એક બીજાને મિઠાઇઓ આપવા અને ગ્રિટિંગ્સ કાર્ડ અને શુભેચ્છા સંદેશાઓ મોકલવાની પરંપરા અકબંધ રહી છે.  યુવા પેઢી કિંમતી ભેટ સોગાદો આપીને પણ આ તહેવારની ઉજવણી કરી હતી. દિવાળી ઉપર ફટાકડાઓનો વિશેષ ક્રેઝ રહે છે. મોટાપાયે ફટાકડાઓની ખરીદી બાળકો અને મોટી વયના લોકો દ્વારા કરવામાં આવી હતી. આ વર્ષે ફટાકડા માટેની માંગમાં ઉલ્લેખનીય રીતે ઘટાડો થયો હતો છતાં લોકોએ ઇચ્છાશક્તિ મુજબ ખરીદી કરી હતી. આ દિવાળી ઉપર ફાયર ક્રેકર્સ અથવા તો ફટાકડાનું વેચાણ ઓછું રહ્યું હોવા છતાં બાળકો ઉજવણીમાં વ્યસ્ત રહ્યા હતા. દિલ્હી અને એનસીઆરમાં ફટાકડાને લઇને સુપ્રીમ કોર્ટ તરફથી લાલ આંખ કરવામાં આવ્યા બાદ આની ચર્ચા દેશમાં રહી છે. સુપ્રીમના નિર્ણયને લઇને કારોબારીઓએ વાંધો પણ ઉઠાવ્યો છે. કારણ કે તેમના કારોબારને ભારે નુકસાન થઇ રહ્યુ છે. જો કે કેટલાકે આને આવકાર આપ્યો છે. . દિલ્હી, અમદાવાદ, જયપુર, લખનઉ, મુંબઈ જેવા મોટા શહેરોમાં ગેરકાયદે ફટાકડા વેચનારા ઉપર દરોડા પાડવામાં આવી રહ્યા છે. દિવાળી પર્વની ઉજવણી પરંપરાગતરીતે સવારે શરૂ થઇ ગઈ હતી. દેશના તમામ લોકો દિવાળીની ખરીદીને લઇને છેલ્લા કેટલાક દિવસથી વ્યસ્ત હતા. આજે પણ ખરીદીનો દોર છેલ્લી ઘડીએ જારી રહ્યો હતો. જો કે, બપોર સુધીમાં તમામ લોકોએ ખરીદી પુરી કરી લીધી હતી. આજે દિવાળીની ઉજવણી બાદ હવે મોટા ભાગે બે દિવસ રજાનો માહોલ રહેશે. દિવાળીની ઉજવણી કરવા માટે કોર્પોરેટ જગત સાથે જોડાયેલા લોકો પણ છેલ્લા બે દિવસથી વ્યસ્ત હતા. જુદા જુદા પ્રકારની ગિફ્ટોની આપલે કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ દિવાળી પર્વ પર સવારે લોકોને શુભેચ્છા પાઠવી હતી. મોદી લોકોને શુભેચ્છા પાઠવ્યા બાદ સેના સાથે ઉજવણી કરવા માટે જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા. દર વર્ષે તેઓ આવી જ પરંપરા જાળવે છે.

Previous articleસુરત DRIએ ૩.૭૫ કરોડના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થાની સાથે ૨ લોકોની ધરપકડ કરી
Next articleસોમવારે સંવત ર૦૭૬ વિરોધકૃત નામની સંવત્સરીથી નવા વર્ષનો પ્રારંભ