અક્ષરવાડી ખાતે યોજાશે૧ર૦૦થી વધુ વાનગીઓનો ભવ્ય અન્નકુટ

1078

વિક્રમ સંવતનો પહેલો દિવસ એટલે ભારતીય ઉત્સવમાં અનેરૂ સ્થાન ધરાવતો અન્નકુટ ઉત્સવ. આજ દિવસે બલીરાજાએ પોત્તાનું સર્વસ્‌ ભગવાનને અર્પણ કરી ભગવાનને પ્રસન્ન કર્યા હતાં. ભકતના પ્રુભ પ્રત્યે સમર્પણનો દિવસ પણ કહેવાય. વરસાદના સ્વામી ઈન્દ્રની કૃપાથી આપણી ખેતી વિગેરેન જીવતદાન મળે છે તેથી ઈન્દ્રની પુજા પણ થાય છે. વર્ષામાં નવી ફસલ તૈયાર થઈ હોય તેની વિવિધ વાનગી બનાવી સૌપ્રથમ ભગવાનને અર્પણ કરવાની ભોજન પ્રસાદ બની જાય છે આથી આ પ્રથા ભગવાન કૃષ્ણ વખતથી ચાલી આવતી પ્રણાલિકા છે. વિશ્વ વંદનીય પરમ પુજય પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણા અને પરમ  પુજય મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી આજે તો તેમા વાનગીનો ઉમેરો કરતા કરતા પીઝા અને બર્ગર જેવી ૧ર૦૦થી વધુ બંગાળી સુરત મીઠાઈઓ, અનેક જાતના શાક, દેશી ખાણ, વિવિધ જાતના સરબતો, અનેકવિધ ફરસાણોને આકર્ષક રીતે ભગવાન સમક્ષ ગોઠવી સંતો દ્વારા વિવિધ થાળ ગાયને ભગવાનને જમાડવાનો આગ્રહ કરી ભક્તિ અદા  કરવામાં આવે છે. આ ઉત્સવ તા. ર૮-૧૦ને સોમવારે ૧ર વાગે અક્ષરવાડી ભાવનગર ખાતે અન્નકુટ આરતી થશે. ત્યારબાદ અન્નકુટદર્શન ખુલ્લા મુકવામાં આવશે. જે સાંજના ૭ સુધી ખુલ્લા રહેશે.

Previous articleઓમકાર સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ વ્યક્તિઓને મિઠાઈ વિતરણ કરાયું
Next articleજીતુભાઈ વાઘાણી દ્વારા વૃધ્ધાશ્રમ ખાતે મન કી બાત સાથે દિવાળીની ઉજવણી કરી