ડીઆરએમ કચેરી ખાતે રેલ્વેનાં નિવૃત્ત થયેલા ૯૭વર્ષિય વૃધ્ધ ને પેન્શન ન મળતા આત્મવિલોપનનો પ્રયાસ

487

ડીવીઝનલ રેલ્વે મેનેજરની કચેરી ભાવનગર પરા ખાતે આજે સવારે બાબરા તાલુકાના કોટડા પીઠા ગામે રહેતા નિવૃત્ત કર્મચારી ૯૭ વર્ષીય વૃદ્ધએ પેન્શન ન મળતા આત્મવિલોપનનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે આત્મવિલોપનનો પ્રયાસ કરે તે પૂર્વે પોલીસે તેમની અટકાયત કરી હતી.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ બાબરા તાલુકાના કોટડા પિઠા ગામે રહેતા અને રેલ્વેમાં નોકરી કરી નિવૃત્ત થયેલા નાનજીભાઈ રણછોડભાઈ ચાવડા ઉ.વ.૯૭એ નિવૃત્તિ બાદ પેન્શન માટે રેલ્વે ઓથોરીટીને વાંરવાર લેખીત મૌકીક રજુઆતો કરવા છતા પેન્શન નહી મળતા આજે સવારે ભાવનગર પરા ખાતે આવેલ ડી.આરએમ. કચેરી પાસે આત્મવિલોપન કરવા પહોચ્યા હતા અને તેની જાણ થતા ડી.ડીવીઝન પોલીસે તુરંત જ તેની અટકાત કરી હતી. ૯૭ વર્ષીય વૃદ્ધ નિવૃત્ત કર્મચારી પેન્શનની માંગ સાથે ડીઆરએમ કચેરી પાસે આત્મવિલોપન કરવા પહોચતા ભારે ચકચાર મચી જવા પામી હતી. પોલીસે નાનજી દાદાની અટકાયત કરી નિવેદન નોંધવાની કાર્યવાહી કરી હતી. નાનજી દાદાને પરિવારમાં ૪ દિકરા અને બે દિકરી હોવાનું જાણવા મળેલ છે.

Previous articleશહેરનાં ખેડુતવાસમાં રહેતા દંપતિ પર મોડીરાત્રે છરી વડે હુમલો
Next articleભાવનગર બાર એસોસિએશન દવારા લાલ પટ્ટી ધારણ કરી વિરોધ