આંતરરાષ્ટ્રીય બાળદિન ઉજવણી અંતર્ગત ભાવનગરના શહેરી વિસ્તારમા બાળ રેલી યોજાઈ

549

ભાવનગરના મોતીબાગ નજીક આવેલા ટાઉનહોલ ખાતેથી આંતરરાષ્ટ્રીય બાળદિનની ઉજવણી અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા આયોજીત બાળ રેલીને ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ડિરેક્ટરશ્રી પ્રભાબેન પટેલ, મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી એમ.એ.ગાંધી, સ્ટેન્ડિગ કમિટીના ચેરમેનશ્રી યુવરાજસિંહ ગોહિલ સહિતના મહાનુભાવોએ લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યુ હતુ.

        આ બાળ રેલીમા જોડાયેલા અંદાજે ૫૦૦ જેટલા બાળકોએ “વેઠીયા પ્રથા નાબુદ કરો બાળપણ બચાવો” સુત્ર બોલી લોક જાગૃતિ માટેનો નમ્ર પ્રયાસ કર્યો હતો. આ રેલી ઘોઘાગેઈટ, હલુરીયા ચોક થઈને માજીરાજ ગલ્સ સ્કુલ ખાતે પુર્ણ થઈ હતી. અહી એકત્રિત થયેલા બાળકોને રાજ્ય બાળ અધિકાર આયોગના ડિરેક્ટરશ્રી પ્રભાબેન પટેલએ જણાવ્યુ હતુ કે આંતરરાષ્ટ્રીય બાળદિન સમગ્ર રાજ્યમા તેમજ દેશમા અને વિદેશમા ઉજવવામા આવે છે. આ પ્રકારની ઉજવણીથી બાળકોમા જાગૃતિ નિર્માણ થાય તેમનો સર્વાંગી વિકાસ થાય બાળક કુપોષણ મુક્ત બની તંદુરસ્ત બને તે વર્તમાન સમયની માંગ છે. તેમણે ઉપસ્થિત બાળકોને જણાવ્યુ હતુ કે રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ બાળકોના હિતોનુ રક્ષણ કરવા માટે પ્રતિબધ્ધ છે તેથી બાળકોએ જો તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલી હેરાનગતી થતી હોય તો સ્થાનિક બાળ સુરક્ષા અધિકારીનો સંપર્ક કરવો જોઈએ. વધુમા તેમણે ઉમેર્યુ હતુ કે આપણા દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ બાળકોના સર્વાંગી વિકાસ માટે  અનેકવિધ યોજનાઓ અમલમા મુકી છે.

        આ કાર્યક્રમ પ્રસંગે મ્યુનિ. કમિશ્નરશ્રી એમ.એ.ગાંધી., નાયબ મ્યુનિ. કમિશ્નરશ્રી એન.ડી. ગોવાણી, સ્થાયી સમિતીના ચેરમેનશ્રી યુવરાજસિંહ ગોહિલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના ચેરમેનશ્રી નિલેશ રાવલ, આ કાર્યક્રમના નોડલ અધિકારી અને પ્રોગ્રામ ઓફિસર સુશ્રી એસ.એ.નાથજી, શાળાના શિક્ષકો, શિક્ષિકાઓ, બાળકો મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.    

Previous articleચિદમ્બરમની જામીન અરજી ઉપર આજે કોર્ટમાં સુન
Next articleહલુરિયા ચોક માં આવેલ દિલીપભાઈ પાવગાંઠિયા ની દુકાન માં ત્રીજી વખત મોડીરાત્રે આગ લગાડાઈ ?