નિલમબાગ પોલીસ સ્ટેશનના ગેંગ કેસના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ

879

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ ને પકડી પાડવા માટે સખત સુચના આપેલ. ભાવનગર જીલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીમાં પકયેલ ગુન્હેગારો ઉપર તેના વિરૂધ્ધમાં નોઘાયેલ ગુન્હાનો અભ્યાસ કરી આ આવા ગુન્હેગારોને ઝેર કરવા માટે એક ગેંગ કેસ તૈયાર કરી આરોપીઓ વિરૂધ્ધ ઇ.પી.કો. ૪૦૧,વિગેરે મુજબનો ગુન્હો નિલમબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવેલ અને તે ગુન્હામાં નાસ્તા ફરતા આરોપી પકડી લેવા સુચના કરેલ,

જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તાઠરમાં ચોરીના શકદારોતથા ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીઓ ની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાલન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં ભાવનગર પાનવાડી સર્કલમાં આવતા એલ.સી.બી. સ્ટાફના માણસોને ખાનગી રાહે હકિકત મળેલ કે, નિલમબાગ પો.સ્ટે. ફસ્ટ ઇ.પી.કો.૪૦૧ વિગેરે મુજબનાં ગુન્હાનાં કામે નાસતો-ફરતો આરોપી રીયાઝ રસુલભાઇ મલેક, ગુન્હામાં નાસ્તો ફરતો રહે.ભાવનગર વાળો સફેદ કલરનો લાઇનીંગ વાળો શર્ટ તથા ચોકલેટ કલરનુ પેન્ટ પહેરેલ છે અને.ભાવનગર એસ.ટી.બસ સ્ટેનડ ના ગેટ ની સામે ઉભો છે. તેવી હકિકત મળતા તુરતજ બાતમી વાળી જગ્યા ઉપર આવી તપાસ કરતા બાતમી વાળો ઇસમ મળી આવતા તેને પકડી લઇ તેનું નામ સરનામું પુછતા રીયાઝ રસુલભાઇ મલેક જાતે-સીપાઇ ઘંઘો-ડ્રાઇવીંગ ઉવ. ૪૧ રહે.જમનાકુંડ જોગીવાડની ટાંકી રૂવાપરી રોડ ગુલીસ્તા એપાર્ટમેન્ટ ભાવનગર વાળો હોવાનુ જણાવેલ જેથી મજકુરની પુછપુરછ કરતા ઉપરોક્ત ગુનાના કામે તે નાસતો-ફરતો આરોપી હોય તેમ ગુનાની કબુલાત કરતા પોતે આ ગુનામાં સહ આરોપી હોય તેને પકડવાનો બાકી હોય તેમ જણાવેલ.જેથી મજકુર ઇસમ ઉપરોક્ત ગુનાના કામે નાસતો-ફરતો આરોપી હોય મજકુર ઇસમને CRPC કલમ ૪૧(૧)(આઇ) મુજબ ઘોરણસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફ.ગુર.ન. ૧૮૯/૨૦૧૯ ઇ.પી.કો.-૪૦૧,વિગેરે મુજબનો ગુન્હો નોઘાયેલ હોય નિલમબાગ પો.સ્ટે. સોપી આપી આગળની કાર્યવાહી કરવા તજવીજ કરાવમાં આવેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. ભયપાલસિંહ ચુડાસમા તથા વનરાજભાઇ ખુમાણ પો.કો. વિઠ્ઠલભાઇ બારૈયા તથા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં,

Previous articleતક્ષશિલા અને રોટરીના સથવારે હેપી સ્ટ્રીટ ધમાલ ગલી શિષર્ક અંતર્ગત ભવ્ય આયોજન કરાયું
Next articleદિવ્યાંગ બાળકોએ ભારતના ભવિષ્યના સંદેશા સાથે પતંગોત્સવની ઉજવણી કરી